Home /News /national-international /હવે Check-in માટે એરપોર્ટ પર નહીં લગાવી પડે લાઇન, Aadhaar Card અપાવશે ફટાકથી એન્ટ્રી

હવે Check-in માટે એરપોર્ટ પર નહીં લગાવી પડે લાઇન, Aadhaar Card અપાવશે ફટાકથી એન્ટ્રી

ગુનેગારો માટે હવે વિદેશ ભાગી જવું સહેલું નહીં રહે.

Aadhar Card - Embedded Left Sync: પુણે કોલકાતા, વિજયવાડા, વારાણસી, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદનાં એરપોર્ટને આધાર કાર્ડ એમ્બેડેડ બાયોમેટ્રિક્સ સિંકિંગ માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યાં છે.

નવી દિલ્હી: હવાઇ યાત્રિઓ માટે એરપોર્ટ પર ચેક ઇન સુવિધાઓ ઘણી સહેલી થવાં જઇ રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia)એ મંગલવારે લોકસભામાં જણાવ્યું કે, યાત્રીઓનાં આધાર કાર્ડ એમ્બેડેડ બાયોમેટ્રિક્સ (Aadhaar Card-Biometric Sync)ને સિંક કરવામાં આવશે. જેનાંથી તે ટિકિટ પર આપવામાં આવેલાં બારકોડથી એરપોર્ટ પર સ્કેન કરી સહેલાઇથી ચેકઇન કરી શકશે. હાલમાં આ સુવિધા દેશનાં ગણતરીનાં સાત એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. જે બાદથી તમામ એરપોર્ટ પર લાગૂ કરવામાં આવશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ અનુદાનની માંગ પરની ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે પૂણે, કોલકાત્તા, વિજયવાડા, વારાણસી, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદનાં એરપોર્ટ પર આધાર કાર્ડ એમ્બેડેડ બાયોમેટ્રિક્સ સિંકિંગ માટે સૂચીબદ્ધ કરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ એરપોર્ટ પર વેઇટિંગ ટાઇમને 30- 40 મિનિટ ઓછો કરી દેશે. વર્તમાનમાં એરપોર્ટ પર ચેક ઇન માટે યાત્રીઓની લાંબી લાઇન લાગે છે.

આ પણ વાંચો-6 વર્ષે મૂક-બધિર બાળકનું કઈક આ રીતે થયું માતા સાથે મિલન, જાણો કઈ રીતે કામ આવ્યું Adhar કાર્ડ ?

માર્ચ 2023 સુધી બનીને તૈયાર થઇ જશે લુધિાયણાનાં હલવારા એરપોર્ટ- નવાં એરપોર્ટ વિસ્તાર પર કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, લુધિયાનાનાં પશ્ચિમમાં સ્થિત હલવારા એરપોર્ટ (Halwara Airport in Ludhiana) માર્ચ 2023 સુધી બનીને તૈયાર થઇ જશે. આ એરપોર્ટ પંજાબ ગવર્નમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં જોઇન્ટ વેન્ચર છે. શ્રીનગર એરપોર્ટ પર 1000 કરોડ રૂપિયાનાં ખ્ચે આ નવું ટર્મિનલ ભવન બનાવવામાં આવશે. જ્યારે લેહ એરપોર્ટની ક્ષમતા વિસ્તારનું કામ ઓગસ્ટ 2023 સુધી પૂર્ણ થઇ જશે.
" isDesktop="true" id="1191962" >

સરકારે 6 એરપોર્ટને વેચ્યાં નથી લીઝ પર આપ્યાં છે. સિંધિયાએ જણાવ્યું કે, એરલાઇન સેક્ટર કોરોના કાળ બાદ હવે પાટે ચડ્યું ચે. ગત 7 દિવસમાં દરરોજ 3.82 લાખ યાત્રીઓને વિભિન્ન એરલાઇન્સથી યાત્રાઓ કરી છે. આશા છે કે, કૂલ એરલાઇન પેસેન્જર ટ્રાફિક 2023-24 સુધી વધારી 40 કરોડ થઇ જશે. તેમણે જણાવ્યું કે, 2018-19માં હવાઇ યાત્રાઓની કૂલ સંખ્યા 14.5 કરોડ હતી. કોરોના મહામારીને કારણે 2021માં આ સંખ્યા ઘટીને 8.38 કરોડ થઇ ગઇ છે. છ એરપોર્ટને વેંચી નાંખવાનાં આરોપમાં સિંધિયાએ કહ્યું કે, 'વેચાણ થયુ નથી. અમે છ એરપોર્ટને લીઝ પર આપ્યાં છે. આ એરપોર્ટથી વાર્ષિક આશરે 550 કરોડ રૂપિયાની આવક થતી હતી. લીઝથી 904 કરોડ રૂપિયાની કમાણી થશે.'
First published:

Tags: 7 indian airports, Aadhar card, Bometric system