Home /News /national-international /Aadhar અનિવાર્યતા મામલે સરકારનો મોટો નિર્ણય, વૃદ્ધોને ફાયદો

Aadhar અનિવાર્યતા મામલે સરકારનો મોટો નિર્ણય, વૃદ્ધોને ફાયદો

કોઈ પણ વ્યક્તિ નવા QR કોડ સાથે પ્રિંટઆઉટનો ઉપયોગ કરીને પોતાની ઓળખનું પ્રમાણ રજુ કરી શકે છે.

    બુધવારે, આધાર કાર્ડના ઉપયોગને લઇને એક નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેનાથી બિમાર લોકો અને વયોવૃદ્ધ લોકોને ચોક્કસથી રાહત મળશે. આ નવા નિયમો મુજબ બેંક ખાતુ ખોલવા માટે વૃદ્ઘ, બિમાર અને ઇજાગ્રસ્ત લોકો અન્ય ઓળખપત્રનો ઉપયોગ પણ કરી શકે છે. આમ જો તમે આ શ્રેણીમાં આવતા હોવ તો બેંક ખાતા માટે તમે આધાર કાર્ડના બદલે પાસપાર્ટ કે પાનકાર્ડ અન્ય ઓળખપત્ર પણ રજૂ કરી શકો છો. વધુમાં સરકારે પણ આ મામલે મંજૂરી આપી છે. આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો ઇજાગ્રસ્ત હોવાના કારણે કે પછી બિમારે કે વધુ ઉંમર હોવાના કારણે તેમની બાયોમેટ્રિક ઓળખ કરાવવા સક્ષમ નથી તે બેંક એકાઉન્ટ માટે અન્ય ઓળખપત્ર પણ રજૂ કરી શકે છે.

    યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે આ નિયમોથી બાયોમેટ્રિક પ્રમાણીકરણમાં જે લોકોને મુશ્કેલીઓ આવતી હતી તે લોકોને બેંકિગ અને અન્ય નાણાંકીય સેવાઓના ઉપયોગમાં સરળતા રહેશે. વળી બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન કોઇ કારણના લીધે અટકી જતા જે લોકોને મુશ્કેલીઓ ઊભી થઇ છે તે પણ ઓછી થશે. સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ આધારકાર્ડને અન્ય સરકારી સેવાઓ સાથે લિંક કરવાની સમયસીમા પણ વધારી છે. વળી 31 માર્ચ સુધી બેંક ખાતા સાથે અને મોબાઇલ નંબરો સાથે આધાર લિંક કરવાના નિયમોમાં પણ છૂટ આપી હતી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Aadhar, Aadhar card

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन