સુપ્રીમે આધાર લિંક કરવાની મુદત અનિશ્ચિતકાળ સુધી વધારી

 • Share this:
  બેંક ખાતા સાથે આધાર કાર્ડન લીંક કરવા માટેની સમય મર્યાદા સુપ્રીમ કોર્ટે અનિશ્ચિતકાળ સુધી વધારી દીધી છે. સુપ્રીમના આદેશ પહેલા આ સમય મર્યાદા 31મી માર્ચ 2018 હતી.

  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર તત્લાક પાસપોર્ટ માટે પણ આધાર કાર્ડને ફરજિયાત ન કરી શકે. નોંધનીય છે કે ગયા વર્ષે 15મી ડિસેમ્બરના રોજ કોર્ટે આધાર કાર્ડને બેંક અને મોબાઈલ ફોન સાથે લિંક કરવાની ડેડલાઇન વધારીને 31મી માર્ચ, 2018 કરી હતી.

  સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  - સુપ્રીમ કોર્ટે બેંક ખાતાઓને આધાર સાથે જોડવાની સમયમર્યાદા વધારી છે. મોબાઇલ માટે પણ ડેડલાઇન વધારવામાં આવી છે.
  - સુપ્રીમ કોર્ટ આધાર અંગે સંપૂર્ણ નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી બેંક ખાતાઓને જોડવાની સમયમર્યાદા રહશે. હાલમાં ફક્ત સબસિડીના લાભ અને સર્વિસ એટલે કે ફક્ત સામાજિક કલ્યાણકારી યોજનાઓ માટે જ આધાર ફરજિયાત રહેશે.

  પાંચ જજોની બેંચે સંભળાવ્યો ફેંસલો

  આધાર કાર્ડની કાયદેસરતાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળ પાંચ જજોની બંધારણીય બેંચે કહ્યું હતું કે સબસિડીને બાદ કરતા અન્ય સેવાઓ માટે સરકાર આધારને ફરજિયાત કરી શકે નહીં, આ કેસની સંપૂર્ણ સુનાવણી ન થાય ત્યાં સુધી આ આદેશ ચાલુ રહેશે.

  આ પણ વાંચોઃ
  Published by:Vinod Zankhaliya
  First published: