Home /News /national-international /અકસ્માત સર્જી બચવું થશે મુશ્કેલ, હવે ડ્રાઈવિંગ લાયસન્સમાં પણ આધાર લિંક ફરજીયાત બનશે

અકસ્માત સર્જી બચવું થશે મુશ્કેલ, હવે ડ્રાઈવિંગ લાયસન્સમાં પણ આધાર લિંક ફરજીયાત બનશે

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરકાર ટુંક સમયમાં ડ્રાઈવીંગ લાયસન્સ માટે આધારકાર્ડ લીંક કરવાનું ફરજીયાત બનાવી શકે છે

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરકાર ટુંક સમયમાં ડ્રાઈવીંગ લાયસન્સ માટે આધારકાર્ડ લીંક કરવાનું ફરજીયાત બનાવી શકે છે

    ઈન્કમટેક્ષ રિટર્ન, પાન કાર્ડ અને સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધારકાર્ડ ફરજીયાત બાદ, ટુંક સમયમાં તમારે પોતાનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ આધારકાર્ડ સાથે લીંક કરાવવું પડી શકે છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સરકાર ટુંક સમયમાં ડ્રાઈવીંગ લાયસન્સ માટે આધારકાર્ડ લીંક કરવાનું ફરજીયાત બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે, આધાર ફરજીયાતને લઈ ઘણા વિવાદ બાદ સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કેટલીક શરતો સાથે લીલી ઝંડી મળી છે.

    ઈન્ડીયન સાયન્સ કોંગ્રેસમાં કેન્દ્રીય કાયદા અને સૂચના પ્રોદ્યોગિક મંત્રીએ કહ્યું કે, અમે ટુંક સમયમાં એક કાયદો લાવી રહ્યા છીએ, જે આધાર-ડ્રાઈવીંગ લાયસન્સ લિંકિંગને ફરજીયાત બનાવશે. હાલમાં એવું બને છે કે, દુર્ઘટનાને અંજામ આપી કોઈ પણ ભાગી જાય છે, અને પછી બીજુ લાયસન્સ બનાવી લે છે. આ કારણથી બચી નીકળે છે. પરંતુ આધાર લિંકિંગ બાદ તમે તમારૂ નામ તો બદલી શકો છો, પરંતુ બાયોમેટ્રીક નહી. આંખો અને આંગળીના નિશાન નથી બદલી શકતા. તમે જેવું બીજા લાયસન્સ માટે અરજી કરશો, સિસ્ટમ તરત જ બતાવશે આ વ્યક્તિનું પહેલા પણ લાયસન્સ બનેલું છે તેને બીજુ ન આપવામાં આવે.

    ભારતની ડિઝિટલ પ્રોફાઈલ
    કેન્દ્રના ડિઝિટલ ઈન્ડીયા પ્રોગ્રામને લઈ મંત્રીએ દાવો કર્યો છે કે, આનાથી શહેરી અને ગ્રામિણ વિસ્તાર વચ્ચેનું અંતર ઓછુ કર્યું છે. પ્રસાદે કહ્યું કે, આ ભારતનો ડિઝિટલ પ્રોફાઈલ છે, 123 કરોડ આદાર કાર્ડ, 121 કરોડ મોબાઈલ ફોન્સ, 44.6 કરોડ સ્માર્ટ ફોન, 56 કરોડ ઈન્ટરનેટ યૂઝર્સ, ઈ-કોમર્સમાં 51 ટકાની ગતી અને 130 કરોડની જનસંખ્યા. તેમણે એ પણ કહ્યું કે, દેશમાં ડિઝિટલ ટ્રાંજેક્શન કેટલાએ ઘણા વધી રહ્યું છે.

    આધાર કાયદામાં સંશોધન
    લોકસભામાં શુક્રવારે જ આધાર અને અન્ય સંશોધન કાયદા-2018ને મંજૂરી આપી દેવામાં આવી છે. આમાં આધાર હોલ્ડર બાળકોને 18 વર્ષની ઉંમર પુરી કર્યા બાદ પોતાની આધાર સંખ્યા રદ કરવાનો વિકલ્પ આપવાની જોગવાઈ છે. આ કાયદામાં નાગરીકોની પ્રાઈવેટતાને સુરક્ષિત રાખવા અને દુરઉપયોગને રોકવા પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Compulsory, Driving license

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन