કેન્દ્ર સરકારે ચોખવટ કરી, પેન્શન માટે આધાર કાર્ડ જરૂરી નથી

News18 Gujarati
Updated: May 16, 2018, 11:30 AM IST
કેન્દ્ર સરકારે ચોખવટ કરી, પેન્શન માટે આધાર કાર્ડ જરૂરી નથી
News18 Gujarati
Updated: May 16, 2018, 11:30 AM IST
કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવવા માટે આધાર કાર્ડની જરૂર નથી એવી ચોખવટ કેન્દ્ર સરકારે કરી છે. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંઘે આ વાત કરતા કહ્યું કે, નિવૃત કર્મચારીઓને ચિંતા કરવાની જરૂર નથી. આધાર કાર્ડ પેન્શન માટે જરુરી નથી.

કેન્દ્રિય મંત્રીની આ વાત ઘણું મહત્વ ધરાવે છે. કેમ કે, દેશભરમાંથી ઘણા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંગ ન કરવાને કારણે નિવૃત કર્મચારીઓના પેન્શન અટકાવવામાં આવ્યા છે.

જિતેન્દ્ર સિંઘે કહ્યું કે, પેન્શન માટે બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત નથી.

ભારત સરકાર દ્વારા 12 આંકડાનું ઓળખકાર્ડ ભારત દેશના નાગરિક માટે ઓળખ અને રહેઠાણનો પુરાવો બન્યો છે.

કેન્દ્ર સરકારના 48.41 લાખ કર્મચારો છે અને 61.17 લાખ પેન્શન મેળવનારા નિવૃત કર્મચારીઓ છે.

જિતેન્દ્ર સિંઘે કહ્યું કે, કેન્દ્ર સરકારે કર્મચારીઓના વેલ્ફેર માટે ઘણા પ્રયાસો હાથ ધર્યા છે. જેમ કે, ઓછામાં ઓછુ પેન્શન 9000 કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુટીની સીમા 20 લાખ સુંધી કરવામાં આવી છે. બાંધેલું મેડિકલ એલાઉન્સ વધારીને મહિના દીઠ 1000 રૂપિયા કરવામાં આવ્યું છે.”

કેન્દ્ર સરકાર દ્વારા તમામ સેવામાં આધાર ફરજિયાત કરવાના મામલે સુપ્રિમ કોર્ટમાં વિવિધ પિટીશન્સની સુનાવણી ચાલી રહી છે અને આધાર કાર્ડ મુદ્દે ખુબ ચર્ચાઓ ચાલી છે. આવા સમયે કેન્દ્ર સરકારની ચોખવટ કર્મચારીઓને રાહત આપશે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर