13 ફૂટ ઊંચી અને 5 ફૂટ પહોળી દીવાલ પાછળ સુરક્ષિત છે આધાર ડેટાઃ એટર્ની જનરલ

aadhaar data

બંધારણીય બેંચે એટર્ની જનરલને કહ્યું કે આને રજૂ કરવા અંગેની વિગતવાર માહિતી વર્ડ ડોક્યુમેન્ટ્સના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે. તેમજ આ અંગે તેઓ ગુરુવારે નિર્ણય કરશે.

 • Share this:
  એટર્ની જનરલ કે કે વેણુગોપાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આધાર ડેટા સુરક્ષિત છે. તેને 13 ફૂટ ઊંચી અને 5 ફૂટ પહોળી દીવાલની પાછળ રાખવામાં આવ્યો છે. આ વાત તેમણે સુપ્રીમ કોર્ટમાં આધારને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન કહી હતી.

  આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે જો તમારે ફક્ત વ્યક્તિની જ ઓળખ કરવી છે તો આધાર યોજના અંતર્ગત તેમના વ્યક્તિગત આંકડાએ મેળવીને એક જગ્યાએ એકઠા કરવાની જરૂર શું છે?

  આ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળ બનેલા પાંચ જજોની બંધારણીય બેંચને વિનંતી કરી કે આધારના મુખ્ય કાર્યકારી અધિકારી અજય ભૂષણ પાંડેને આધાર યોજનાને લઈને કોઈ પણ આશંકાઓને દૂર કરવા માટે કોર્ટમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની કરવા દેવાની મંજૂરી આપવામાં આવે.

  એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરતા કહ્યું કે મુખ્યકાર્યકારી અધિકારીની દેખરેખ, આંકડાઓની સુરક્ષા અને તેને અલગ રાખવા જેવા તમામ મુદ્દા પર તે બેંચના સવાલના જવાબ આપશે. તેમણે કહ્યું કે ગુરુવારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની મંજૂરી આપવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે આધાર ડેટા એક એવી બિલ્ડિંગની અંદર સુરક્ષિત છે જેની દીવાલ 13 ફૂટ ઊંચી છે.

  આધાર પર સુનાવણી કરી રહેલી બંધારણીય બેંચમાં ન્યાયાધીશ એ કે સિકરી, ન્યાયાધીશ એ એમ ખાનવિલકર, ન્યાયાધીશ ધનંજય વાઈ ચંદ્રચૂડ, ન્યાયાધીશ અશોક ભૂષણ તથા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામેલ છે.

  બંધારણીય બેંચે એટર્ની જનરલને કહ્યું કે આને રજૂ કરવા અંગેની વિગતવાર માહિતી વર્ડ ડોક્યુમેન્ટ્સના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે. તેમજ આ અંગે તેઓ ગુરુવારે નિર્ણય કરશે.

  બંધારણીય બેંચે સવાલ કર્યો કે, 'જો તમારો ઉદેશ્ય ઓળખ કરવાનો છે તો, આ કામ માટે આનાથી ઓછી દખલ દેતા રસ્તાઓ છે. આંકડાઓને ભેગા કરીને તેમને એક જગ્યાએ રાખવાની શું જરૂર છે.'


  બેંચે બાદમાં સિંગાપોરનું ઉદાહણ આપતા કહ્યું હતું કે અહીં દરેક વ્યક્તિએ એક ચીપના સ્વરૂપમાં ઓળખ પત્ર લેવાનું હોય છે, તેમની ખાનગી જાણકારી સરકારી અધિકારીઓ પાસે નહીં પરંતુ તેમની પોતાની પાસે જ રહે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: