તમારા આધારકાર્ડથી કેટલાં લોકોએ લઈ રાખ્યું છે સિમ? આ સરળ પદ્ધતિથી જાણો

પ્રતિકાત્મક તસવીર

અગાઉ એક આધારથી તમે 9 સિમકાર્ડ ખરીદી શકતા હતા. પરંતુ હવે 18 સિમકાર્ડ ખરીદી શકાય છે

  • Share this:
નવી દિલ્હી : આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ વગર મોટાભાગના કામ અટવાઈ પડે છે. હવે તો આધાર કાર્ડથી 18 ફોન કનેક્શન પણ મેળવી શકાય છે. આવી સ્થિતિમાં જો તમારે તમારા આધાર નંબર પરથી અન્ય કોઈ વ્યક્તિએ ફોન કનેક્શન લીધું છે કે કેમ? તે ચેક કરવું હોય તો તે પણ સરળ રીતે થઈ શકે છે. તમે ઘરબેઠા આ જાણકારી મેળવી શકો છો.

નોંધનીય છે કે, અગાઉ એક આધારથી તમે 9 સિમકાર્ડ ખરીદી શકતા હતા. પરંતુ હવે 18 સિમકાર્ડ ખરીદી શકાય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા ફેરફાર બાદ હવે 18 નંબર મેળવી શકાય છે. ટ્રાઇએ કહ્યું છે કે, ઘણા લોકોને બિઝનેસ માટે વધુ સિમની જરૂર હોય છે. તેથી આ મર્યાદા વધારી દેવામાં આવી છે. આધાર કાર્ડ સાથે કેટલા નંબરો જોડાયેલા છે, તે શોધવા માટે તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.

આ પણ વાંચો - RIL AGM 2021: કોરોના વોરિયર્સની ઇશા અને આકાશે કરી પ્રશંસા, કહ્યું- દાદાજી સાથે હોત તો બધા પર ગર્વ કરતા

આધાર સાથે કેટલા નંબર રજીસ્ટર્ડ છે તે આવી રીતે જાણો

>> તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
>> હોમ પેજ પેજ પર Get Aadhaar પર ક્લિક કરો.
>> હવે Download Aadhaar પર ક્લિક કરો.
>> View More વિકલ્પ પસંદ કરો
>> હવે Aadhaar Online Service પર જઈને Aadhaar Authentication History પર જાવ
>> Where can a resident chech/ Aadhaar Authentication Historyમાં આપવામાં આવેલી લિંકને ક્લિક કરો
>> હવે નવું પેજ ઓપન થશે. જ્યાં આધાર નંબર નાખો. કેપ્ચા નાખ્યા બાદ સેન્ડ OTPને પસંદ કરો
>> Authentication Typeમાં All સિલેક્ટ કરો
>> ક્યારથી ક્યાં સુધી જોવું છે તેની તારીખ નાખો.
>> હવે કેટલા રેકોર્ડ જોવા છે તે એન્ટર કરો. OTP નાખી વેરીફાઈ કરો.
>> તમારી સામે નવું ઇન્ટરફેસ ખુલશે.
>> અહીંથી તમે ડિટેઇલ મેળવી શકો છો.

આધારને મોબાઈલ નંબર સાથે આવી રીતે કરો લિંક

જો તમે આધાર સાથે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી લિંક કરવા માંગતા હોવ તો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે. આ માહિતી તમે ઓનલાઈન લિંક કરી શકતા નથી. તેને લિંક કરવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી. જોકે અપડેટ કરવા તમારે બાયમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરવું પડશે.

આધાર-મોબાઈલને લિંક કરવાની રીત

>> તમારા ટેલિકોમ ઓપરેટરના આઉટલેટ પર આધાર કાર્ડની કોપી લઈ જવી
>> ઓપરેટરને પોતાનો મોબાઈલ નંબર આપો
>> નોંધાયેલા મોબાઈલ નંબર પર સ્ટોર એક્ઝિક્યુટિવ OTO મોકલશે. વેરિફિકેશન કરાવવા તે OTP એક્ઝિક્યુટિવને આપવો પડશે.
>> ત્યારબાદ એક્ઝિક્યુટિવ તમારા ફિંગરપ્રિન્ટ લેશે અને તમારા ટેલિકોમ ઓપરેટર તમને કન્ફર્મેશન SMS મોકલશે.
>> SMSનો જવાબ Y લખીને મોકલવાનો રહેશે. આવું કરતા જ તમારી EKYC પ્રોસેસ પૂર્ણ થઈ જશે.
First published: