Home /News /national-international /દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર
દુકાન માલિકે તેને જમવા માટે ઘરે બોલાવ્યો હતો. દુકાન માલિકને એક અર્જન્ટ કોલ આવ્યો હતો. અને થોડો સમય ઘરની બહાર જવું પડ્યું હતું. હવે ઘરમાં દુકાન માલિકની પત્ની અને તેનો કર્મચારી એકલા જ હતા.
થાણેઃ મહારાષ્ટ્રના (Maharashtra) થાણે જિલ્લામાં એક યુવકે પોતાના દુકાન માલિકની પત્નીની હત્યા (shop owner wife murder) કરી દીધી હતી. આરોપી યુવક એ મહિલા સાથે શારીરિક સંબંધ (physical relation) બનાવવા માંગતો હતો. પરંતુ મહિલાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો. અને પોતાના પતિને આ અંગે ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ વાતથી નારાજ નોકરે માલિકની પત્નીની હત્યા કરી દીધી હતી.
હત્યાની આ ઘટના થાણે જિલ્લાના ડોંબિવલીની છે. જ્યાં માનપાડા પોલીસે 20 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી છે. આ ઘટના રવિવાર સાંજે બની હતી. આરોપીની ઓળખ ગુડ્ડુ કુમાર ઉર્ફ રંજનના રૂપમાં થઈ છે. આરોપી ડોંબિવલીમાં એક કિરાણાની દુકાનમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઉપર કામ કરતો હતો. રવિવારે દુકાન માલિકે તેને જમવા માટે ઘરે બોલાવ્યો હતો.
આરોપી રંજને દુકાન માલિક અને તેની પત્નીએ ખાતા પહેલા તેને ડ્રિગ્સ આપ્યું હતું. અને વાતચીત કરવા લાગ્યા હતા. આવું ચાલી રહ્યું હતું ત્યારે દુકાન માલિકને એક અર્જન્ટ કોલ આવ્યો હતો. અને થોડો સમય ઘરની બહાર જવું પડ્યું હતું. હવે ઘરમાં દુકાન માલિકની પત્ની અને તેનો કર્મચારી એકલા જ હતા.
આ દરમિયાન રંજને પોતાના માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવતા બોસની પત્ની સાથે શરીર સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવું કરવા માટે રંજન મહિલા ઉપર દાબણ બનાવી રહ્યો હતો. રંજનની આ કરતૂત જાણીને મહિલા ગુસ્સે ભરાઈ હતી. અને રંજનને ધમકી આપી હતી કે તેમની આ કરતૂત પોતાના પતિને જણાવશે.
મહિલાની વાત સાંભળીને રંજન ગભરાઈ ગયો હતો. અને તેને એક ધારદાર હથિયારથી મહિલા ઉપર હુમલો કર્યો હતો. અને ચપ્પાના ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. ઘટનાને અંજામ આપીને રંજન ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે દુકાન માલિક ઘરે પહોંચ્યો તો પોતાની પત્નીને લોહીથી લથપથ જોઈ હતી. અને તરત જ હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
" isDesktop="true" id="1076671" >
ત્યારબાદ માનપાડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર જઈને દુકાન માલિકનું નિવેદન નોંધ્યું અને નિશાનદેહી ઉપર પોલીસની ટીમે આરોપી રંજનને દબોચી લીધો હતો. તેણે પોલીસ અધિકારીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત જણાવી હતી. અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર