ભીડમાંથી અચાનક આવ્યો યુવક, મહિલા MLAને મારી દીધી થપ્પડ

News18 Gujarati
Updated: August 13, 2019, 10:16 AM IST
ભીડમાંથી અચાનક આવ્યો યુવક, મહિલા MLAને મારી દીધી થપ્પડ
બીજેપી મહિલા ધારાસભ્ય

અંબાલા જિલ્લાના સરદેહડી ગામમાં એક કાર્યક્રમ દરમિયાન એક યુવકે BJPના મહિલા MLAને થપ્પડ મારી દેતા ખળભળાટ મચી ગયો હતો.

  • Share this:
અંબાલા જિલ્લાના સરદેહડી ગામમાં એક કાર્યક્રમ દરમિયાન એક યુવકે BJPના મહિલા MLAને થપ્પડ મારી દેતા ખળભળાટ મચી ગયો હતો. મુલાનાના ધારાસભ્ય સંતોષ ચૌહાણ સારવાન એક કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક લોકોની ભીડ વચ્ચેથી ઉભો થયો હતો અને "આજ મે તેનું છડગાં ની, મે તેનું જાન તો મારંગા..." બોલતાં બોલતાં બીજેપી ધારાસભ્ય તરફ આગળ વધ્યો હતો. લોકો કંઈ સમજે તે પહેલા જ આ યુવક ધારાસભ્ય પાસે પહોંચી ગયો હતો અને તેને એક લાફો મારી દીધો હતો.

લોકોએ યુવકને માર માર્યો

જે બાદમાં આસપાસમાં ઉભેલા લોકોએ યુવકને પકડી લીધો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. બાદમાં યુવકને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ મારપીટ, લોકસેવક પર હુમલો, જીવથી મારી નાખવાની ધમકી આપવી અને ષડયંત્ર રચવાની કલમ લગાડીને કેસ દાખલ કર્યો હતો.યુવકની માનસિક હાલત સારી નથી

હુમલો કરનાર યુવકની ઓળખ 25 વર્ષીય તલવિંદર તરીકે કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે તલવિંદરની માનસિક હાલત સારી નથી. તલવિંદરના પિતાએ જણાવ્યું કે તેના પુત્રની સારવાર ચાલી રહી છે. તેમણે પોતાની વાતની સાબિતી માટે યમુનાનગરના એક માનસિક રોગોના નિષ્ણાત પાસે ચાલી રહેલી સારવારના કાગળો પણ આપ્યાં હતાં.બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે યુવક

આરોપી તલવિંદરની યમુનાનગર અને અંબાલામાં અલગ અલગ મનોરોગ નિષ્ણાતો પાસે સારવાર થઈ ચુકી છે. પહેલા તે અનેક લોકો સાથે કારણ વગર ઝઘડા કરતો હતો. તલવિંદર બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે.
First published: August 13, 2019
વધુ વાંચો
अगली ख़बर