સબરિમાલા મંદિરમાં સૌપ્રથમ પ્રવેશ કરનારી મહિલાને તેની સાસુએ ફટકારીઃ સૂત્ર

News18 Gujarati
Updated: January 15, 2019, 11:17 AM IST
સબરિમાલા મંદિરમાં સૌપ્રથમ પ્રવેશ કરનારી મહિલાને તેની સાસુએ ફટકારીઃ સૂત્ર
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 39 વર્ષીય કનકદુર્ગા (ડાબે) અને 40 વર્ષીય બિંદુ અમ્મીએ ભગવાન અયપ્પાના મંદિરમાં સૌથી પહેલા પ્રવેશ કર્યો હતો. (ફાઇલ)

39 વર્ષીય કનકદુર્ગા અને 40 વર્ષીય બિન્દુ અમ્મીનીએ સુપ્રીમના ચુકાદા બાદ કેરળના સુપ્રસિદ્ધ મંદિરમાં પ્રવેશ કરીને વર્ષો જૂની પરંપરા તોડી હતી.

  • Share this:
થિરુવનંતપુરમ : સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં બે મહિલાઓએ કેરળના સુપ્રસિદ્ધ સબરિમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ બંનેમાંથી એક મહિલા હાલ હોસ્પિટલમાં દાખલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલાને તેની સાસુએ ફટકારી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કનકદુર્ગા બે અઠવાડિયા બાદ આજે ઘરે પરત ફરી હતી. હુમલાની આશંકાને પગલે મહિલા અત્યાર સુધી કોઈ અજાણી જગ્યા પર છૂપાઈને રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરે પરત ફર્યા બાદ કનકદુર્ગાની સાસુએ તેના માથા પર હુમલો કર્યો હતો. બાદમાં તેણીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલ ખાતે તેણીની તબિયત સ્થિર છે, તેમજ ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી વધુ રિપોર્ટ કરવાનું જણાવ્યું છે.

39 વર્ષીય કનકદુર્ગા અને 40 વર્ષીય બિન્દુ અમ્મીનીએ સુપ્રીમના ચુકાદા બાદ કેરળના સુપ્રસિદ્ધ મંદિરમાં પ્રવેશ કરીને વર્ષો જૂની પરંપરા તોડી હતી. કેરળના ભગવાન અય્યપ્પાના મંદિરમાં 10થી 50 વર્ષની વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. સપ્ટેમ્બર 28ના રોજ આ મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યા બાદ આ મંદિર ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. બંને મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ કેરળમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.

મંદિરના ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ જો કોઈ મહિલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો તેનો વિરોધ કરે છે. જોકે, આ વચ્ચે બીજી જાન્યુઆરીના રોજ બે મહિલાઓએ કોઈ પણ પ્રકારના પોલીસ રક્ષણ વગર મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કનકદુર્ગા સિવિલ સર્વન્ટ છે, તેમજ બિન્દુ અમ્માની કેરળની કન્નુર યુનિવર્સિટી ખાતે કાયદાની લેક્ચરર છે.

મંદિરમાં પ્રવેશ કર્યા બાદ કનકદુર્ગાએ મીડિયાને જણાવ્યું હતું કે, "મને ખબર હતી મે મારા જીવન પર જોખમ ઉભું થશે, પરંતુ હું મંદિરમાં જવા માંગતી હતી. મને એ વાતનું ગર્વ છે કે અમે મંદિરમાં પ્રવેશ કરવા માંગતી મહિલાઓનો રસ્તો સરળ બનાવી દીધો છે."
First published: January 15, 2019
વધુ વાંચો
अगली ख़बर