જ્યારે મહિલા ટ્રેક પર પડેલી રૂ. 2000ની નોટ લેવા મેટ્રો સામે કૂદી!

News18 Gujarati
Updated: March 13, 2019, 11:38 AM IST
જ્યારે મહિલા ટ્રેક પર પડેલી રૂ. 2000ની નોટ લેવા મેટ્રો સામે કૂદી!
ફાઇલ તસવીર

સીઆઈએસએફના ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ બનાવ સવારે 10.30 વાગ્યાની આસપાસ બન્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : મેટ્રોના ટ્રેક પર પડેલી રૂ. 2 હજારની નોટ લેવા માટે એક મહિલાએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધાનો બનાવ નવી દિલ્હી ખાતે મંગળવારે સામે આવ્યો હતો. દિલ્હીના દ્વારકા મોર મેટ્રો સ્ટેશન ખાતે આ બનાવ બન્યો હતો.

આ અંગે રેલવે અધિકારીએ કહ્યું હતું કે, મહિલા પરથી મેટ્રોના બે કોચ પસાર થઈ ગયા હતા. આ દરમિયાન મહિલા ટ્રેક પર પડી રહી હોવાથી તેને કોઈ ઈજા પહોંચી ન હતી. મહિલાના માથેથી બે કોચ પસાર થયા બાદ ટ્રેન ઉભી રહી ગઈ હતી. ટ્રેન ઉભી રહેતા જ મહિલા સલામત રીતે બહાર આવી હતી. બનાવ બાદ સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનોએ મહિલાની અટકાયત કરી લીધી હતી. મહિલાએ લેખિતમાં માફી માંગ્યા બાદ તેને જવા દેવામાં આવી હતી.

સીઆઈએસએફના ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ બનાવ સવારે 10.30 વાગ્યાની આસપાસ બન્યો હતો.

આ પણ વાંચો : 'મુસાફર તેનું બાળક ભૂલી ગયો છે, અમે પરત ફરી શકીએ?'  પાયલટનો ઓડિયો વાયરલ

સીઆઈએસએફના સિનિયર અધિકારીએ બનાવ અંગે જણાવ્યું કે, "ઘટનાને નજરે જોનાર લોકોના જણાવ્યા પ્રમાણે મહિલા ટ્રેક પર પડી ગઈ હતી. જ્યારે તેણીને ભાન થયું કે મેટ્રો ટ્રેન તેના તરફ આવી રહી છે ત્યારે તેણી બે પાટા વચ્ચે ઊંઘી ગઈ હતી. લોકોએ બૂમાબૂમ કરતા મેટ્રોના ડ્રાઇવરે ટ્રેન રોકી દીધી હતી. ટ્રેન ઉભી રહેતા જ સીઆઈએસએફના સ્ટેશન કંટ્રોલર દોડી ગયા હતા."

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાએ લેખિતમાં માફી માંગ્યા બાદ તેણીને તેના ભાઈ સાથે જવા દેવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલા ટ્રેક પર પડેલી રૂ. 2000ની નોટ લેવા માટે કૂદી હતી. આ દરમિયાન તેણીને ટ્રેન આવી રહ્યાનું ભાન ન હતું. મહિલાની ઓળખ ચેતના શર્મા તરીકે કરવામાં આવી છે.
First published: March 13, 2019, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading