Home /News /national-international /ઘરમાં સૂતો હતો પતિ ને પત્નીએ પ્રેમી સાથે મળીને બનાવ્યો ખતરનાક પ્લાન

ઘરમાં સૂતો હતો પતિ ને પત્નીએ પ્રેમી સાથે મળીને બનાવ્યો ખતરનાક પ્લાન

પતિએ પત્ની સામે ગંભીર આરોપો મુકીને ફરિયાદ નોંધાવી છે.

‘જો આ અંગે કોઈને જાણ કરીશ અથવા કાર્યવાહી કરીશ તો તને જીવથી જ મારી નાખીશું’, પતિએ પત્ની સામે ગંભીર આરોપો મૂકી ફરિયાદ નોંધાવી

રાજસ્થાન: ચૂરૂ શહેરમાં ઓમ કોલોનીમાં એક અલગ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલા પર નજર નાંખવામાં આવે તો પતિએ પત્ની સામે ગંભીર આરોપો મુકીને ફરિયાદ નોંધાવી છે. 30 વર્ષીય પતિએ SP દિગંત આનંદ પાસે ન્યાયની માંગણી કરી છે. ઓમ કોલોની વોર્ડ 23ના રહેવાસી મહેન્દ્ર મેઘવાલે પોલીસને જાણકારી આપી છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેની પત્નીએ તેને ચાકૂ બતાવ્યું અને જીવથી મારી નાંખવાની ધમકી આપીને અન્ય યુવક સાથે ફરાર થઈ ગઈ છે. મહેન્દ્ર મેઘવાલ જણાવે છે કે, તેની પત્ની 14 ઓગસ્ટના રોજ ઘરમાં રહેલા રોકડ અને સોના ચાંદીના દાગીના લઈને જતી રહી છે. પીડિત પતિએ પોલીસ આ મામલે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પીડિત પતિ ગુરુવારે SPની ઓફિસ ગયો હતો.

શું છે સમગ્ર મામલો?

મહેન્દ્ર મેઘવાલે જણાવ્યું કે, ‘15 ઓગસ્ટની રાત્રે હું મારી 27 વર્ષીય પત્ની સાથે સૂઈ રહ્યો હતો. તે સમયે રતનગઢનો રહેવાશી પ્રકાશ ખટીક ઘરે આવ્યો. પ્રકાશ મારી પત્ની માયા (Wife Extra marital Affair) સાથે વાત કરવા લાગ્યો. તે બંનેની વાત સાંભળીને હું જાગી ગયો. આ બધુ જોઈને મેં શોર મચાવવાની કોશિશ કરી હતી, પરંતુ મારી પત્ની માયા અને પ્રકાશે મને ડરાવ્યો, ધમકાવ્યો અને મારી સાથે મારપીટ કરી.’

આ પણ વાંચો: જીવંત થવા મૃત્યુ પામેલ રાજારામના સરકારી કચેરીઓના આંટા-ફેરા

કોઈને કહીશ તો મારી નાંખીશ: પત્ની માયા

ત્યારબાદ માયા અને પ્રકાશ ખટીકે તિજોરી ખોલીને તેમાંથી તમામ સોના ચાંદીના દાગીના અને રૂ. 27,000 રોકડ લઈ લીઘા. જ્યારે પતિ મહેન્દ્રએ તે બંનેને રોકવાની કોશિશ કરી, તો પ્રકાશ અને માયાએ ચાકૂ બતાવીને જીવથી મારી નાખવાની ધમકી આપી. તે બંનેએ ધમકી આપતા કહ્યું કે, ‘જો આ અંગે કોઈને જાણ કરીશ અથવા કાર્યવાહી કરીશ તો તને જીવથી જ મારી નાખીશું.’

બીજા દિવસે સવારે મહેન્દ્ર મેઘવાલને તેના પિતાએ તેની પત્ની માયા વિશે પૂછ્યું તો મહેન્દ્રએ આ સમગ્ર મામલા વિશે પોતાના પિતાને જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ મહેન્દ્ર મેઘવાલની પત્ની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવારે SP પાસે આ મામલે ન્યાય અપાવવાની માંગ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, National news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन