Home /News /national-international /

OLX ઉપર સસ્તી કાર ખરીદનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ચોરેલી કારને આવી રીતે વેચતા હતા ગઠિયાઓ

OLX ઉપર સસ્તી કાર ખરીદનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ચોરેલી કારને આવી રીતે વેચતા હતા ગઠિયાઓ

પ્રતિકાત્મક તસવીર

ચોરેલી કારના નકલી આરસી નંબર પણ કલર પ્રિન્ટ કરી લેતા હતા અને OLX પર તે જ ગાડી વેચવા મુકતા હતા. ગ્રાહકોને ફોન કરીને સંપર્ક કરતા અને આ કાર બીજા જોડે ખરીદી હોવાનો સેલ લેટર પણ બતાવતા.

  ગાઝિયાબાદઃ આજકાલ ઓનલાઈન ફ્રોડની (online fraud) ઘટનાઓ વધી રહી છે. હવે જો તમે ઓનલાઈન (Online) સેકન્ડરી મોબાઈલ, કાર કે પછી અન્ય ચીજવસ્તુઓ ખરીદવા જઈ રહ્યાં છો તો ચેતજો. OLX જેવી ખ્યાતનામ વેબસાઈટ પર પણ હવે ધાંધલી થઈ શકે છે. OLX પર જો જુની કારની (car) કન્ડીશન સારી હશે, તો પણ જો ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે. તો તમે છેતરપિંડીના (fraud) શિકાર બની શકો છે. ગાઝિયાબાદ પોલિસે એક આજ પ્રકારની ધાંધલીનો ભાંડાફોડ કર્યો છે.

  છેતરપિંડી આચરનાર ઠગ ગાડી ચોરીને ઓએલએક્સ (OLX) પર તે જ કાર સસ્તા ભાવે વેચી રહ્યાં છે. પોલિસે ચોરાયેલ કારની તપાસ કરતા ખબર પડી કે કાર હવે OLX પર વેચાઈ રહી હતી. ગાજિયાબાદ પોલિસના સાયબર સેલના સીઓ(CO) અભય કુમાર મિશ્રાએ કહ્યું કે કવિનગરમાં રહેતા અમને ગત સપ્તાહે મિકેનિકના ગેરેજમાંથી કાર ચોરાઈ હોવાની પોલિસ ફરિયાદ કરી છે. આ ફરિયાદને અનુલક્ષીને તપાસ આદરતા સીસીટીવી ફૂટેજમાં અમરોહામાં રહેતા પ્રશાંત ત્યાગી કાર લઈને જતા નજરે પડે છે. ત્યારબાદ પોલિસે પ્રશાંતની તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો.

  પેપર પણ નકલી?
  પ્રશાંત પાસે ચોરી કરેલી વેગેનાર(Waganor) કાર હતી. તે પોતાના જેવી કાર અને રંગ, નંબર જોતા નંબર નોટ કરી લે છે અને બાદમાં પરિવહન એપ પર કારની બધી જાણકારી મેળવી પોતાના સાગરિતોનો ફોટો લગાવીને નકલી આધાર કાર્ડ બનાવ્યા છે.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

  આ જ રીતે સ્કેન કરીને આરસી નંબર પણ કલર પ્રિન્ટ કરી લેતા હતા અને OLX પર તે જ ગાડી વેચવા મુકતા હતા. ખરીદનારે OLX પરથી નંબર લઈને કોલ કર્યો અને અંતે પોલિસ તપાસમાં જાણવા મળ્યું કે આ નંબર પણ ખોટા આઈડીને આધારે ખરીદવામાં આવતા હતા. 2.80 લાખની આ કારનો સોદો 1.80 લાખમાં થયો હતો.

  આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  કઈ રીતે કરી છેતરપિંડી :
  ભેજાબાજ પ્રશાંતે અમનને એક રેસ્ટોરન્ટમાં બોલાવ્યો અને પોતાના એક સાથી સાથે મુલાકાત કરાવી અને કહ્યું કે આ કારનો માલિક છે. પ્રશાંતના મિત્રએ તાજેતરમાં આ કાર બીજા જોડે ખરીદી હોવાનો સેલ લેટર પણ અમનને બતાવ્યો. અમને ક્રોસ વેરિફિકેશન કરતા ઓનલાઈન સરકારી પોર્ટલમાં પણ નામ અને આઈડી પ્રશાંતના મિત્રએ આપેલ ડેટા સાથે મેળ ખાતા હતા.

  અહિં સોદો થઈ ગયો અને પ્રશાંતે કહ્યું કે કારમાં થોડી સર્વિસની જરૂર છે તેથી તે મિકેનિકને ત્યાં મુકશે. જે ખામીઓ છે કારમાં તેને દૂર કરવાના પણ પૈસા પ્રશાંતે આપવાની બાંહેધરી આપી. અમન કાર લઈને પ્રશાંત સાથે જ મિકેનિક ત્યાં ગયો. કારની બે ચાવી હતી. અમનનું ગેરેજમાં ધ્યાન ભટવાનીને પ્રશાંત ગાડી લઈને રફુચક્કર થઈ ગયો. જોકે પ્રશાંત આ કાર ફરી ઓનલાઈન વેચવા આવ્યો અને પોલિસના સંકજામાં ઝડપાયો.

  પ્રશાંતની કાર પણ ચોરીની નીકળી :
  છેતરપિંડી આચરનાર પ્રશાંત પાસે જે કાર છે તે પણ તેની નથી. પૂર્વ માલિકને ત્યાંથી આ કાર તેણે ચોરી છે. પોલિસ તપાસમાં પ્રશાંતે કબૂલ્યું કે નોઈડામાં રહેતા ટ્રાન્સપોર્ટર નિર્મલની છે. પ્રશાંત અગાઉ નિર્મલને ત્યાં ટ્રક ડ્રાઈવર હતો. પ્રશાંતનો ભાઈ મુનેન્દ્ર ખોટા દસ્તાવેજ તૈયાર કરીને ગાડી વેચવાના ગુનામાં જ બે વર્ષથી જેલમાં જ છે.  નોકરીનું આપ્યું કારણ :
  પ્રશાંતે કહ્યું કે કોરોના મહામારીને કારણે લાગુ થયેલ લોકડાઉનમાં નોકરી છુટી ગઈ હતી. બીજી નોકરી ન મળતા તેણે પોતાના ભાઈના જ રસ્તે ચાલીને છેતરપિંડી કરવાનું શરૂ કર્યું અને તે પણ ભાઈની જોડે જેલભેગો થયો.
  Published by:ankit patel
  First published:

  Tags: OLX

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन