હરિયાણામાં મોટી દુર્ઘટના: ટ્રક બન્યો કાળ, અનેક વાહનોને લીધા અડફેટે, 12નાં મોત

News18 Gujarati
Updated: November 5, 2018, 7:37 AM IST
હરિયાણામાં મોટી દુર્ઘટના: ટ્રક બન્યો કાળ, અનેક વાહનોને લીધા અડફેટે, 12નાં મોત
સામે આવતી ગાડીઓ સાથે ટ્રકની ટક્કર થઈ, જેમાં એક બાઈક બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં 13 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે

સામે આવતી ગાડીઓ સાથે ટ્રકની ટક્કર થઈ, જેમાં એક બાઈક બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં 13 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે

  • Share this:
હરિયાણાના સોનીપતમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. એહી એક ટ્રકે કેટલીએ ગાડીઓને અડફેટે લીધા, જેમાં 12 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણાના સોનીપતમાં એક ટ્રક ચાલક ફૂલ સ્પીડમાં ટ્રક ચલાવી રહ્યો હતો, તે સમયે તેની ઝપેટમાં અચાનક બાઈક આવી ગયા બાદ, તે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી ચુક્યો અને અન્ય ગાડીઓને પણ અડફેટે લીધી જેમાં 13 લોકોના કરૂણ મોત નિપજ્યા, જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્યમાં તમામ લોકો જોડાઈ ગયા છે. આ ઘટના સોનીપતના ગોહાનાના મુંડલાના ગામ પાસે બની છે. હાલમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોહાના પાનીપત હાઈવે પર એક ટ્રક, એક કાર અને બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. તાજા રિપોર્ટ્ અનુસાર, ટ્રક ફૂલ સ્પીડમાં ખોટી દીશામાં જઈ રહી હતી. તે સમયે સામે આવતી ગાડીઓ સાથે ટ્રકની ટક્કર થઈ, જેમાં એક બાઈક બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં 12 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે અને 16થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ મામલે વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં ઘટના સ્થ પર પોલીસ અને અન્ય અધિકારીઓ પહોંચી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોને ખાનપુર પીજીઆઈ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળ પર વાહનોમાં ફસાયેલા મૃતદેહોને નિકાળી તેમની ઓળખ કરવાની પણ કોશિસ કરવામાં આવી રહી છે.

મેઈન સર્તા પર અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. લોકોના ટોળે ટોળે ઘટના સ્થળ પર ઉમટી પડ્યા છે. પોલીસ હાલમાં મામલો પોતાનો હાથમાં લઈ, વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.
First published: November 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...