સંસદ ભવન પાસેથી એક સંદિગ્ધ ઝડપાયો, તલાશીમાં મળ્યા કાગળ પર લખેલા કોડવર્ડ

News18 Gujarati
Updated: August 26, 2020, 3:19 PM IST
સંસદ ભવન પાસેથી એક સંદિગ્ધ ઝડપાયો, તલાશીમાં મળ્યા કાગળ પર લખેલા કોડવર્ડ
ઝડપાયેલો સંદિગ્ધ સંસદ ભવનની આસપાસ આંટા મારી રહ્યો હતો.

સંદિગ્ધ પાસેથી મળેલા ઓળખ કાર્ડ પર નામ જુદા-જુદા, દિલ્હી ક્યારે આવ્યો તેને લઈને અલગ-અલગ નિવેદનો

  • Share this:
નવી દિલ્હીઃ બુધવારે સંસદ ભવન (Parliament House)ની પાસેથી એક સંદિગ્ધ (Suspect)ને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ વિજય ચૌકની પાસે આંટા મારી રહ્યો હતો. તેની પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેની પર કોડવર્ડમાં કંઈક લખેલું હતું. ડ્યૂટી પર તૈનાત CRPFના જવાનોએ આ સંદિગ્ધ શખ્સને પકડી પાડ્યો છે. હાલ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ઉપરાંત આઇબી અને અન્ય ઇન્ટેલિજન્સ એજન્સઓ પૂછપરછ કરી રહી છે.

અલગ-અલગ નામ

પકડાયેલો શખ્સ સંસદ ભવનની આસપાસ આંટા મારી રહ્યો હતો. પોલીસના સૂત્રો મુજબ, પૂછપરછ કરતાં તે પોતાના વિશે અલગ-અલગ જાણકારી આપી રહ્યો હતો. તેની પાસેથી બે ઓળખ પત્ર મળ્યાછે. જેમાં એક આધાર કાર્ડ અને એક ડ્રાઇવિંય લાઇસન્સ સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે બંનેમાં તેનું અલગ-અલગ નામ છે. ડ્રાઇવિંય લાઇસન્સમાં નામ ફિરદૌસ છે. જ્યારે આધાર કાર્ડમાં નામ મંજૂર અહમદ અહંગેર લખ્યું છે. મળતી માહિતી મુજબ તે બડગામનો રહેવાસી છે.

સંદિગ્ધ વ્યક્તિ પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેની પર કોડવર્ડમાં કંઈક લખ્યું હતું.


આ પણ વાંચો, કોણ છે મેહવિશ હયાત ઉર્ફે ‘ગેંગસ્ટર ગુડિયા’, જેને કહેવામાં આવી રહી છે દાઉદ ઈબ્રાહિમની નવી પ્રેમિકા!

આ પણ વાંચો, PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો આહલાદક વીડિયો, કહ્યું- વરસાદનું શાનદાર દૃશ્યરહેવાનું સરનામું પણ અલગ-અલગ

પોલીસનું કહેવું છે કે, તેની પાસેથી એક બેગ પણ મળી છે. પહેલા આ શખ્સે જણાવ્યું ક , 2016માં તે ફરવા માટે દિલ્હી આવ્યો હતો. પછી તેણે જણાવ્યું કે લૉકડાઉનમાં અહીં આવ્યો હતો. દિલ્હીમાં તે ક્યાં રોકાયો છે તેને લઈને પણ તે અલગ-અલગ જાણકારીઓ આપી રહ્યો છે. ક્યારેક તે જણાવે છે કે તે જામિયા વિસ્તારમાં રહે છે તો પછી ક્યારેક કહે છે કે તે નિઝામુદ્દીન કે પછી જામા મસ્જિદ વિસ્તારમાં રહે છે. હાલ તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: August 26, 2020, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading