ભારતીય મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં કોરોનાથી મોતનું જોખમ વધારે : અભ્યાસ

News18 Gujarati
Updated: June 13, 2020, 12:47 PM IST
ભારતીય મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં કોરોનાથી મોતનું જોખમ વધારે : અભ્યાસ
પ્રતિકાત્મક તસવીર

સંશોધકોના મતે ભારતમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે મહિલાઓએ વધારે સતર્ક રહેવાની જરૂર છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે એક નવા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ભારતમાં કોરોના વાયરસથી મોતનો ખતરો પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે રહેલો છે. 20 મે સુધીના આંકડા પ્રમાણે સંક્રમિત મહિલાઓમાં મોતનું પ્રમાણ 3.3 ટકા છે, જ્યારે પુરુષોમાં આ પ્રમાણ 2.9 ટકા છે. આ રિસર્ચ ગ્લોબલ હેલ્થ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે મહિલાઓએ વધારે સતર્ક રહેવાની જરૂર છે.

અને સંસ્થાઓ સાથે મળીને અભ્યાસ કર્યો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનૉમિક ગ્રોથના પૉપ્યુલેશન રિસર્સ સેન્ટરે ભારત અને અમેરિકાની રિસર્ચ સંસ્થા સાથે મળીને આ શોધને પૂર્ણ કરી છે. શોધ પ્રમાણે કોરોના સંક્રમણ મામલામાં ભારતીય પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે ખતરો રહેલો છે. 20 મે સુધીના આંકડા પ્રમાણે 66 ટકા પુરુષો જ્યારે 34 ટકા મહિલાઓ સંક્રમિત થઈ હતી.

મંત્રાલયનો ડેટા

આ પહેલા ભારતના પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે કોરોનાના ત્રણ ચતુર્થાંસ એટલે કે 75 ટકા મામલામાં પુરુષોમાં સંક્રમણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ભારતમાં કોરોનાનો ડેથ રેટ 3.34 ટકા જણાવ્યો હતો. સંશોધકોના મતે આ પ્રમાણ 4.8 ટકા થઈ શકે છે.

આ પણ વાંચો : ડૉક્ટરોની ચેતવણી- 'ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, મુશ્કેલ સમય માટે તૈયાર રહો' 

આ પ્રકારનો પ્રથમ રિપોર્ટ

અભ્યાસ સાથે જોડાયેલા પ્રોફેસર એસ.વી. સુબ્રમણ્યમના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કોરોનાના ડેથ રેટને ઉંમર અને લીંગના આધાર સાથે નથી જોવામાં આવ્યો. આ અભ્યાસ પ્રમાણે મહિલાઓને કોરોનાથી મોતનો ખતરો વધારે છે. જોકે, આ પહેલા દુનિયામાં થયેલા સંશોધન પ્રમાણે કોરોના સંક્રમણ અને મોતનો ખતરો પુરુષોનો વધારે હોવાનું કહેવામાં આવ્યું હતું.

આ પહેલાના અભ્યાસ શું કહે છે?

નોંધનીય છે કે આ પહેલા વિદેશમાં અનેક અભ્યાસ થયા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણનો ખતરો મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં વધારે છે. ગત મહિને લંડનની યુનિવર્સિટી ઑફ ઑક્સફોર્ડ અને લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રૉપિકલ મેડિસીનમાં કહેવામાં આવ્યું હતું કે પુરુષોમાં મોતનો ખતરો વધારે છે. અભ્યાસ પ્રમાણે મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં મોતનો દર 1.99 ટકા વધારે રહ્યો છે. મહામારી પર આ અત્યારસુધીનો સૌથી મોટો અભ્યાસ છે. આ માટે 1 ફેબ્રુઆરીથી 25મી એપ્રિલ વચ્ચે એનએચએસના આશરે એક લાખ 74 હજાર લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસમાં રેકૉર્ડ વધારો, 24 કલાકમાં 11,458 દર્દીનો વધારો, આંકડો ત્રણ લાખને પાર
First published: June 13, 2020, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading