Home /News /national-international /

કોરોના વાયરસ અમેરિકામાં 22 લાખ, બ્રિટનમાં 5 લાખ લોકોનો ભોગ લઇ શકે : અભ્યાસમાં દાવો

કોરોના વાયરસ અમેરિકામાં 22 લાખ, બ્રિટનમાં 5 લાખ લોકોનો ભોગ લઇ શકે : અભ્યાસમાં દાવો

પ્રતિકાત્મક તસવીર.

બ્રિટન અને અમેરિકામાં કોરોના વાયરસને કારણે યુદ્ધ જેવો માહોલ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 9/11 જેવી સ્થિતિ.

    લંડન : ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19ના કારણે દુનિયાભરમાં અત્યારસુધી 7 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે સંભવિત મોત અંગે બ્રિટનમાં
    તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં કરવામાં આવેલા દાવાથી ફફડાટ ફેલાયો છે. અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોરોના વાયરસને કારણે અમેરિકામાં 22 લાખ લોકો મોતને ભેટી શકે છે. જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસને કારણે પાંચ લાખ લોકો મોતને ભેટી શકે છે.

    બ્રિટનમાં કોરોનાના ખતરાને પગલે વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હોય તેવા તેમજ મોટી ઉંમરના લોકોને ઘરમાં જ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી છે.

    આ પણ વાંચો : coronavirus સામે લડવા અમેરિકી સરકારનો નવો પ્લાન, નાગરીકોને આપશે 1000 ડોલરનો ચેક!

    ઇમ્પેરિયલ કૉલેજ લંડનના મેથેમેટિકલ બાયોલોજીના પ્રોફેસરના નીલ ફર્ગ્યુસનના વડપણ હેઠળ કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકવનારો દાવો કરાયો છે. અભ્યાસ માટે તેમણે ઇટાલીમાંથી કોરોના વાયરસના ડેટા એકઠો કર્યો હતો. જે બાદમાં ટીમે 1918ના ભયાનક તાવ સાથે કોરોના વાયરસની સરખામણી કરતા તારણ કાઢ્યું હતું કે કોરોના વાયરસને કારણે બ્રિટનમાં અડધો મિલિયન (પાંચ લાખ) લોકો અને અમેરિકામાં 2.2 મિલિયન (22 લાખ) લોકો મોતને ભેટી શકે છે.

    આ પણ વાંચો : માતા વૈષ્ણવ દેવીની યાત્રા આજથી બંધ, કટરા જવાની બસો પણ રદ



    અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાના ખતરાને ટાળવા માટે સરકારે શંકાસ્પદ લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. પરંતુ આ નિયંત્રણ સમાજના મોટા વર્ગ પર લાગૂ નથી જેના કારણે અઢી લાખ લોકો મરી શકે છે. અભ્યાસના કહેવા પ્રમાણે સરકારે લીધેલા વિવિધ પગલાં જેવા કે મેળાવડાઓ પર પ્રતિબંધ, ક્લબો, પબ અને થિયેટરો બંધ રાખવાથી આ વાયરસ પર કાબૂ મેળવવા મદદ મળશે.

    આ પણ વાંચો : કઈ ઉંમરના લોકો કોરોના વાયરસનો સૌથી વધુ બની રહ્યા છે શિકાર?

    બ્રિટન અને યુએસમાં યુદ્ધ જેવી સ્થિતિ

    બ્રિટનમાં કોરોના વાયરસને કારણે મોતની સંખ્યા 71 પર પહોંચી છે, જ્યારે 2000થી વધારે લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિને પીએમ બોરિસ જોનસને યુદ્ધ જેવી હાલત ગણાવી છે. જ્યારે અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 113 કેસ સામે આવ્યા છે. જે બાદમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ 6524 થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આને 9/11ના આતંકી હુમલા જેવી પરિસ્થિતિ ગણાવી છે. સાથે જ તેમણે કહ્યું કે આપણે એક અદ્રશ્ય શક્તિ સાથે લડી રહ્યા છીએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BRITAIN, Coronavirus, UK, US, Wuhan, ચીન`

    આગામી સમાચાર