Kerala Student Gift PM: કેરળની દીકરીએ ઉગાડ્યો ઔર્ગેનિક જામફળનો છોડ, હવે PMના બંગલામાં આપશે ફળ

અભિનેતામાંથી ભાજપના સાંસદ બનેલા સુરેશ ગોપીએ તાજેતરમાં નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

કેરળની એક વિદ્યાર્થિની  (Kerala Student) સજીવ ખેતી (Organic farming)નો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવવા માંગે છે

  • Share this:
    તિરુવનંતપુરમ : કેરળની એક વિદ્યાર્થિની  (Kerala Student) સજીવ ખેતી (Organic farming)નો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવવા માંગે છે. તેણે ઓર્ગેનિક ખેતી દ્વારા પોતાના ઘરના આંગણામાં જામફળનો છોડ (Gooseberry plant) ઉગાડ્યો. આ પ્લાન્ટ હવે વડાપ્રધાન નિવાસ (M Narendra Modi House)માં જોવા મળશે. યુવતીએ આ છોડ કેરળના સાંસદ મારફતે પીએમ નરેન્દ્ર મોદીને મોકલ્યો છે.

    અભિનેતામાંથી ભાજપના સાંસદ (BJP MP) બનેલા સુરેશ ગોપી (Suresh Gopi)એ તાજેતરમાં નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પીએમને એક જામફળનો છોડ ભેટમાં આપ્યો. આ પ્લાન્ટ દક્ષિણ રાજ્યમાં ધોરણ 10ની વિદ્યાર્થીની જયલક્ષ્મી (Jaylaxmi)એ પીએમને ભેટ (Kerala Student Gift PM)માં આપ્યો હતો.

    સાંસદે તસવીર ટ્વિટ કરી

    સાંસદે ગુરુવારે તેના ટ્વિટર અને ફેસબુક હેન્ડલ્સ પર એક ટૂંકી નોંધ સાથે તસવીર શેર કરી. તસવીરમાં પીએમ મોદીના હાથમાં એક જામફળનો છોડ દેખાય છે. સાંસદે લખ્યું કે, કેરળની ખેડૂત દીકરીની ભેટ સ્વીકારતા.

    સુરેશ ગોપીએ ટ્વિટ કર્યું, 'એક વિચારશીલ યુવતીએ પથનામથિટ્ટાના એક ગામ કુલાડાના આંગણામાં આ છોડ ઉછેર્યો. આ પ્લાન્ટ હવે વડાપ્રધાન નિવાસમાં ખીલવા માટે તૈયાર છે.

    ઘરના આંગણામાં બનાવ્યું ઓર્ગેનિક ફાર્મ

    પથનામથિટ્ટા જિલ્લાની રહેવાસી જયલક્ષ્મીને તેના ઘરના આંગણામાં ઓર્ગેનિક ફાર્મ વિકસાવવા અને જાળવવા માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ વિદ્યાર્થી (સ્ત્રી) માટે 'કારશક તિલકમ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં સાંસદની પઠાણપુરમમાં ગાંધી ભવનની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીએ વડાપ્રધાનને આપવા માટે આ રોપો આપ્યો હતો.

    'કાલીયટ્ટમ' અભિનેતાએ એક FB પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, 'પીએમએ તેને દિલથી સ્વીકાર્યું અને તેને તેના સત્તાવાર નિવાસસ્થાને લગાવવાની ખાતરી આપી.'

    સાંસદે ખુશી વ્યક્ત કરી

    ગોપીએ એમ પણ કહ્યું કે, હવે જ્યારે આ છોડ વડાપ્રધાનના હાથમાં પહોંચી ગયો છે, તો અમે તેમને (પ્રધાનમંત્રી) કાલે પણ કહી શકીએ કે કુલનાડની એક નાની ખેડીત દીકરીએ મોકલેલો છોડ તેમના સત્તાવાર બંગલાના આંગણામાં ઉગી રહ્યો છે. તેમણે કહ્યું " આ એક મહાન સંદેશ છે ... આ સંદેશ છે કે આપણી લોકશાહી કેટલી સારી છે".

    આ પણ વાંચોકેન્દ્ર બિંદુ કેમ બની રહ્યું કેવડિયા? કેવડિયામાં કેમ થાય છે રાષ્ટ્રીય કોન્ફરન્સ?

    વિદ્યાર્થીનીએ કહ્યું - અપેક્ષા ન હતી

    જ્યારે જયલક્ષ્મીને પીએમ સુધી પહોંચેલા તેના પ્લાન્ટ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું કે, તેને ક્યારેય એવી અપેક્ષા નહોતી કે તેની ભેટ વડાપ્રધાન સુધી પહોંચશે. તેણે બસ આશા રાખીને જ પ્લાન્ટ મોકલ્યો હતો.
    Published by:kiran mehta
    First published: