લેનિન, પેરિયાર, શ્યામા પ્રસાદ મુખરજી, ડો. આંબેડકર અને હવે બાપુ!

News18 Gujarati
Updated: March 8, 2018, 10:24 AM IST
લેનિન, પેરિયાર, શ્યામા પ્રસાદ મુખરજી, ડો. આંબેડકર અને હવે બાપુ!
કોઈ અજાણી વ્યક્તિએ ગાંધીની મૂર્તિના ચશ્મા તોડી નાખ્યા

કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગાંધીજીની મૂર્તિ પરથી તેમના ચશ્માને તોડી પાડવામાં આવ્યા છે.

  • Share this:
દેશમાં મૂર્તિઓ ખંડિત કરવાનો સિલસિલો ગુરુવારે પણ ચાલુ જ રહ્યો હતો. ત્રિુપરામાં લેનિન, કોલકાતામાં શ્યામા પ્રસાદ મુખરજી, તામિલનાડુમાં પેરિયાર અને ઉત્તર પ્રદેશના મેરઠમાં ડો. આંબેડકરની મૂર્તિને ખંડિત કરાયા બાદ હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિને ખંડિત કરવાનું દુ:સાહસ કરવામાં આવ્યું છે.

કેરળના કન્નૂરમાં ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગાંધીજીની મૂર્તિ પરથી તેમના ચશ્માને તોડી પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે મૂર્તિઓના મુદ્દે થઈ રહેલા રાજકારણ અંગે બુધવારે નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આવું કૃત્ય અસહનીય છે.

મોદીએ કહ્યું- આવી હરકત અસહનીય

ત્રિપુરાના બેલોનિયામાં લેનિનની મૂર્તિ તોડી પાડવામાં આવ્યા બાદ દક્ષિણ કોલકાતાના કેઉરાતલામાં શ્યામા પ્રસાદ મુખરજીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યાની ઘટના સામે આવી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદીએ આ ઘટનાઓની આકરી નિંદા કરી છે. સમગ્ર પ્રકરણ પર તેઓ નજર રાખી રહ્યા છે. સાથે જ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આદેશ કર્યા છે કે તે આવી ઘટનાઓ રોકવા માટે તમામ જરૂરી પગલાં ભરે. આવા કૃત્યમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે મૂર્તિ તોડનારને કોઈ પણ કિંમતે બક્ષવામાં નહીં આવે.


નોંધનીય છે કે ત્રિપુરામાં લેનિનની બે મૂર્તિઓ તોડી પાડવામાં આવ્યા બાદ તામિલનાડુના વેલ્લૂરમાં દ્રવિડ આંદોલનના નેતા ઈવી રામાસ્વામી એટલે કે પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ કોઇમ્બતુરમાં બીજેપીની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ બદલાની ભાવનાથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડી પાડવામાં આવ્યા બાદ અનેક હિન્દુ સંગઠન અને નેતાઓએ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિઓ તોડી પાડવાની માંગણી કરી હતી. આવી માંગણી પહેલા પણ કરવામાં આવી હતી.

બીજેપીના અધ્યક્ષ અમિત શાહે અમુક રાજ્યમાં મૂર્તિઓ તોડવાની ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. શાહે કહ્યું કે, તેમણે ત્રિપુરા, તામિલનાડુમાં પાર્ટીના નેતાઓ સાથે વાત કરી છે. આ ઘટનાઓમાં પાર્ટીનો કોઈ પણ કાર્યકર સામેલ જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
First published: March 8, 2018, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading