વિશ્વમાં બ્યૂબોનિક પ્લેગનું સંકટ, ચીન બાદ અમેરિકા પહોંચ્યો રોગચાળો , ખીસકોલી પોઝિટવ થતા ખળભળાટ

News18 Gujarati
Updated: July 15, 2020, 3:49 PM IST
વિશ્વમાં બ્યૂબોનિક પ્લેગનું સંકટ,  ચીન બાદ અમેરિકા પહોંચ્યો રોગચાળો , ખીસકોલી પોઝિટવ થતા ખળભળાટ
પ્રતિકાત્મક તસવીર

વિશ્વમાં સૌથી વધુ ખાનાખરાબી સર્જનારા પ્લેગે ફરી માથું ઉંચક્યું, જાણો અમેરિકાનો કેસ

  • Share this:
કોરોના વાયરસ સામે લડતા વિશ્વ માટે એક ખરાબ સમાચાર છે. ચીન બાદ અમેરિકાના કોલોરાડોમાં બ્યૂબોનિક પ્લેગથી (Bubonic Plague) ચેપ લાગ્યો છે. હવે અમેરિકન (USA) વૈજ્ઞાનિકો ભયભીત છે કે ચીનથી કોરોના થયા પછી, ચીનથી બ્યૂબોનિક પ્લેગ રોગ આવશે તો ખાનાખરાબી થઈ શકે છે. દરમિયાન અમેરિકામાં એક ખીસકોલી બ્યૂબોનિક પ્લેગની પોઝિટિવ ટેસ્ટ (Squirrel Has Tested Positive) થઈ છે.

વિશ્વભરમાં બ્યૂબોનિક પ્લેગના લગભગ 3248 કેસ નોંધાયા છે. જેમાંથી 584 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વર્ષોમાં, મોટાભાગના કિસ્સા પેરુના મેડાગાસ્કર, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવ્યા હતા.

બનાવની વિગત એવી ચે કે અમેરિકાના મોરીસનમાં 11મી જુલાઈએ એક ખીસકોલી બ્યૂબોનિક પ્લેગથી સંક્રમિત થઈ છે. આ કેસની પુષ્ટી જેફરસન કાઉન્ટી પબ્લિક હેલ્થ વિભાગે આપી છે.

આ પણ વાંચો :   સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

ઘટના બાદ પાલતૂ પ્રાણીઓને લઈને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં બિલાડી, શ્વાન અને અન્ય પાલતુ પ્રાણીઓની કાળજી રાખવાના દિશાનિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે.

બ્યૂબોનિક પ્લેગ માનવજાતના ઇતિહાસમાં સૌથી વધુ ખાનાખરાબી સર્જાનારો રોગચાળો છે. વર્ષ 1347ના ઑક્ટોબર મહિનાથી જગતમાં ફેલાયો આ રોગચાળો એટલો ગંભીર છે જે તેના કારણે એક માત્ર યૂરેશિયા અને ઉત્તર આફ્રિકામાં જ 75-200 મિલિનય જેટલા મોત થયા છે. આ રોગચાળો 'કાળી મોત' તરીકે પણ વિશ્વમાં પ્રચલિત છે.

આ પણ વાંચો :   રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 915 કેસ પોઝિટિવ,749 દર્દી રિકવર થયા

આશરે 10 દિવસ પહેલા ચીનના આંતરિક મોંગોલિયામાં બ્યૂબોનિક પ્લેગ નોંધાયો હતો. બ્યૂબોનિક પ્લેગે વિશ્વ પર ત્રણ વખત હુમલો કર્યો છે. પ્રથમ વખત તેણે 5 કરોડ લોકો મરી ગયા હતા. બીજી વખત યુરોપની વસ્તીના ત્રીજા ભાગ અને ત્રીજી વખત 80 હજાર લોકોનો ભોગ લીધો હતો. હવે ફરી એકવાર દસ દિવસમાં ચીન અને અમેરિકાથી આ રોગના ચેપ ફેલાઈ રહ્યો છે.
Published by: Jay Mishra
First published: July 15, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading