સ્પેનની પ્રિન્સેસ મારિયાનું કોરોનાથી મોત, કોઈ શાહી પરિવારમાં કોરોના વાયરસથી થયેલું પહેલું મોત

સ્પેનની પ્રિન્સેસ મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મોત થયું (ફાઇલ તસવીર)

પ્રિન્સેસ મારિયા ટેરેસા છેલ્લા 3 દિવસથી વેન્ટેલેટર પર હતાં, સ્પેનમાં અત્યાર સુધી 5982 લોકો ભોગ બન્યા

 • Share this:
  મૈડ્રિડઃ સ્પેન ના રાજા ફિલિપ-IV (King Felipe IV)ની પિતરાઈ અને બૉરબૉન-પાર્માની પ્રિન્સેસ મારિયા ટેરેસા (Maria Teresa) નું શનિવારે કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના કારણે મોત થઈ ગયું. 86 વર્ષીય મારિયા ગુરૂવારે જે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું અને છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતી. દુનિયાના કોઈ શાહી પરિવારમાં કોરોના વાયરસથી આ પહેલું મોત છે.

  મારિયાના ભાઈ અને પ્રિનસ સિકસ્તો એનરિક દે બૉરબૉને એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની બહેનનાં મોતની જાણકારી આપી છે. મારિયાના અંતિમ સંસ્કાર આવતાં શુક્રવારે મૈડ્રિડમાં કરવામાં આવશે. આ ફેસબુક પોસ્ટ મુજબ, મારિયાનું મોત પેરિસમાં થયું છે.

  આ પણ વાંચો, કોરોનાના ‘પેશન્ટ ઝીરો’ની ભાળ મળી, વુહાનની આ માછલી વિક્રેતાથી ફેલાયું સંક્રમણ!

  સ્પેનમાં કોરોનાથી હાલત ખરાબ

  સ્પેનમાં કોરોના વાયરસ મહામારીથી છેલ્લા 24 કલાકમાં 844 લોકોનાં મોત થયા બાદ આ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા વધીને શનિવારે 5982 થઈ ગઈ છે. જોકે સ્પેન સરકારના અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં કોરોના થર્ડ સ્ટેજ પાર કરી ચૂક્યો છે અને ટૂંક સમયમાં કેસોમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ જશે. સરકારે જણાવ્યું કે વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 73 હવારથી વધુ હોઈ શકે છે. સમગ્ર દુનિયામાં ઈટલી બાદ સ્પેનમાં કોરોના વાયરસથી સૌથી વધુ મોત થયા છે. ઈટલીમાં આ વાયરસથી 5982 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. નોંધનીય છે કે, મૈડ્રીડ સૌથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તાર છે જ્યાં 2757 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 21520 લોકો તેનાથી સંક્રમિત છે.

  આ પણ વાંચો, લોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’
  Published by:Mrunal Bhojak
  First published: