દુકાનદારે આપી જાહેરાત, અમારા ત્યાંથી સામાન ખરીદવાથી Corona થયો તો 50 હજાર કેશબેક, લાગી ગયું તાળુ

ઈલેક્ટ્રીક સામાન વેચવા આપી ગજબની જાહેરાત

કોઈ ગ્રાહક 24 કલાકમાં કોરોના પોઝિટિવ આવે છે તો, તેને જીએસટી કાપ્યા વગર 50 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ભલે લોકડાઉન બાદ દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી હોય પરંતુ બજારમાં ગરાકી હજુ ગાયબ છે. આજ કારણસર એક દુકાનદાર હવે નવી સ્કીમ લઈને આવ્યો. આ સ્કીમ હેઠળ કેરળના એક દુકાનદારે એવી જાહેરાત આપી કે, જે સાંભળી પોલીસે દુકાનને તાળુ મારી દેવું પડ્યું છે. દુકાનદારે જાહેરાતમાં લખ્યું હતું કે, તેની દુકાનમાંથી સામાન લીધા બાદ જોકોઈ ગ્રાહક 24 કલાકમાં કોરોના પોઝિટિવ આવે છે તો, તેને જીએસટી કાપ્યા વગર 50 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.

  આ જાહેરાત સાથે લખવામાં આવ્યું હતું કે, આ ઓફર સિમિત સમય માટે છે. તમને જણાવી દઈએ કે, જે દુકાનદારે આ જાહેરાત આપી હતી તે એક ઈલેક્ટ્રીક સામાનની દુકાન છે. આ જાહેરાત સાથે લખ્યું હતું કે, આ ઓફર 15થી 30 ઓગસ્ટ સુધી જ માન્ય છે. આ જાહેરાતનો ફોટો લીધા બાદ લોકોએ વાયરલ કરી દીધો. સોશિયલ મીડિયા પર વાયરલ આ જાહેરાત પર એક વકીલની નજર પડી ગઈ. બતાવવામાં આવી રહ્યું છે કે, વકીલે આ મામલે સીએમને પણ પત્ર લખ્યો છે.

  આ પણ વાંચોVIDEO: આ ગીત સાંભળ્યા બાદ લોકો કરી લેતા હતા આપઘાત, 62 વર્ષ માટે લગાવાયો હતો પ્રતિબંધ

  વકીલે કેરળના સીએમ પિનારાઈ વિજયનને લખેલા પત્રમાં કહ્યું કે, આ પ્રકારની જાહેરાત એકદમ ગેરકાયદે છે. તેમણે કહ્યું કે, આ જાહેરાત જોઈ કોઈ કોરોના દર્દી પૈસાની લાલચમાં દુકાનમાં આવી શકે છે, જેથી સ્વાસ્થ્ય વ્યવસ્થાને નુકશાન થઈ શકે છે. તેમણે લખ્યું કે, દુકાનનો માલિક પોતાનો બિઝનેસ વધારવા સાથે સામાજિક જવાબદારી ભૂલી ગયો છે.

  આ પૂરા મામલાને ગંભીરતાથી લઈ પોલીે દુકાનને તાળુ લગાવી દીધુ છે. દુકાનદાર પર આઈપીસીની કલમ 269, સૂચના પ્રોદ્યોગિકી નિયમ, 2020ની કલમ 89, ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019ની કલમ 89 અને કેરળ નગરપાલિકા અધિનિયમના સ્વાસ્થ્ય માનદંડો અનુસાર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
  Published by:kiran mehta
  First published: