Home /News /national-international /10 હજારની કમાણી કરતા સિક્યોરિટી ગાર્ડને 1 કરોડની આવકવેરાની નોટિસ મળી, જાણો શુ છે સમગ્ર મામલો
10 હજારની કમાણી કરતા સિક્યોરિટી ગાર્ડને 1 કરોડની આવકવેરાની નોટિસ મળી, જાણો શુ છે સમગ્ર મામલો
એક સિક્યોરિટી ગાર્ડને 1 કરોડથી વધુની આવકવેરાની નોટિસ મળી છે.
ચંદ્રકાંત વરકને જ્યારે આ નોટિસ મળી ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા અને તેમણે ઘણી વખત ધ્યાનપૂર્વક આંકડા વાંચવાનો પ્રયાસ કર્યો, આ નોટિસ અંગે ફરિયાદ કરવા આવકવેરા વિભાગની ઓફિસે પહોંચીને આ અંગે પૂછપરછ કરી. ત્યાં જે જવાબ મળ્યો તે સાંભળીને તે વધુ ચોંકી ગયો.
મુંબઈ : મુંબઈને અડીને આવેલા કલ્યાણમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક સિક્યોરિટી ગાર્ડને 1 કરોડથી વધુની Income tax નોટિસ મળતા તે આશ્ચર્યચકિત થઈ ગયો છે. જણાવી દઈએ કે, નોટિસ મેળવનાર આ 56 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું નામ ચંદ્રકાંત વરક છે. જ્યારે ચંદ્રકાંતને આ સૂચના મળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વરકે આ અંગે કહ્યું હતુ કે, તેણે આટલી મોટી ટેક્ષની રકમ માત્ર ટીવી પર જ જોઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રકાંત વરક તેની બહેન સાથે કલ્યાણના ઠાકરપાડા વિસ્તારમાં જૈન ચાલીમાં રહે છે. સિક્યુરિટી ગાર્ડ સિવાય વરક હાઉસ કીપિંગ અથવા કુરિયર બોય તરીકે કામ કરે છે. આ બધામાંથી તે 10 હજાર સુધીની કમાણી કરે છે, જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવે છે. વરકને 1 ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગ તરફથી 1 કરોડ 14 લાખ રૂપિયાની નોટિસ મળી હતી, જેના પછી તે નારાજ છે. વરકની વાર્ષિક આવક રૂ.1 લાખ 20 હજાર છે.
આ જવાબ આવકવેરા વિભાગની ઓફિસમાંથી મળ્યો
જ્યારે ચંદ્રકાંત વરકને આ નોટિસ મળી ત્યારે તેઓ મૂંઝવણમાં પડી ગયા અને તેમણે ઘણી વખત ધ્યાનથી આંકડા વાંચવાનો પ્રયાસ કર્યો, આ નોટિસની ફરિયાદ કરવા આવકવેરા વિભાગની ઓફિસે પહોંચી અને આ અંગે પૂછપરછ કરી. ત્યાં જે જવાબ મળ્યો તે સાંભળીને તે વધુ ચોંકી ગયો. વરકને કહેવામાં આવ્યું હતું કે તેના પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાં ખરીદી કરી હતી.
ચંદ્રકાંત વરકે કહ્યું કે આ સાંભળ્યા પછી શું કરવું તે સમજાયું નહીં. તેમણે અધિકારીઓને યોગ્ય રીતે તપાસ કરીને તેમને મુક્ત કરવા જણાવ્યું હતું. અધિકારીઓ દ્વારા વરકને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર