છત્તીસગઢના જશપુર જિલ્લાના એક હૃદય કંપાવતો મામલો સામે આવ્યો છે. બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ નકલ પર રોક લગાવવા ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના કપડા ઉતારીને તપાસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. પોતાની સાથે પરીક્ષા આપી રહેલા સ્ટડન્ટસ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવાથી વ્યથિત 10મા ધોરણની એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી છે.
મામલો જશપુરના બગીચા વિકાસખંડના પંડરાપાઠ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયનો છે જ્યાં 10 બોર્ડની પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. 1 માર્ચે આયોજિત 10મા ધોરણની પરીક્ષામાં નકલ તપાસ કરવા માટે જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ પરીક્ષા કેન્દ્ર પહોંચી. ટીમે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અલગ-અલગ રૂમમાં લઈ જઈને તેમના કપડા ઉતરાવીને બાળકોની તપાસ કરી. ટીમે તપાસ બાદ એક બાળક પર રેસ્ટીકેશનની કાર્યવાહી પણ કરવામાં આવી. આ તપાસ પ્રક્રિયામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઘણી મુશ્કેલી ભોગવવી પડી. આ તપાસ બાદ બાળકો ખૂબ જ ડરી ગયા હતા. આ પ્રકારની તપાસ બાદ એક વિદ્યાર્થિની એટલી વ્યથિત થઈ ગઈ કે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી. જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી તે વિશિષ્ટ પછાત જનજાતિ પહાડી કોરવા પરિવારની હોવાનું કહેવાય છે. પરિવારના લોકો આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે 4 માર્ચે 10મા ધોરણની પરીક્ષા લખી રહેલી વિદ્યાર્થિનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ પહેલા મૃતકાએ પોતાના ભાઈને સ્કૂલની ઘટના વિશે પણ જણાવ્યું હતું. ત્યારબાદ મામલામાં તપાસ પ્રક્રિયાથી પસાર થનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ સમગ્ર મામલાની જાણકારી આપી. સ્ટડન્ટ્સની સાથે સ્કૂલના શિક્ષકોએ પણ કપડા ઉતરાવીને તપાસ કરવાના મામલે આપત્તિ વ્યક્ત કરી છે. શિક્ષકોનું કહેવું છે કે અહીં પરીક્ષા દરમિયાન જિલ્લાથી ટીમ આવી હતી. આ નિયમ વિરુદ્ધ છે. ત્યારબાદ પણ પરીક્ષાર્થિઓનો સમય વેડફવામાં આવ્યો. બીજી તરફ, કપડા ઉતરાવવાથી બાળકો શરમમાં મૂકાયા હતા.
બીજી તરફ, આ મામલાને એસડીએમ ડો. રવિ મિત્તલે ખૂબ જ સંવદેનશીલ જણાવ્યો અને કહ્યું કે બાળકો પર તેની ખરાબ અસર પડે છે. ગંભીર મામલો છે. તપાસ કરી કડક કાર્યવાહીની વાત તેઓએ કહી છે. જશપુર જિલ્લાના પ્રભારી મંત્રી ઉમેશ પટેલે પણ આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર