Home /News /national-international /Video: પૂરમાં ના ટકી શક્યો અંગ્રેજના જમાનાનો પૂલ, આમ થયો કડડભૂસ

Video: પૂરમાં ના ટકી શક્યો અંગ્રેજના જમાનાનો પૂલ, આમ થયો કડડભૂસ

800 મીટર લાંબો રેલવે પુલ શનિવારે સવારે તૂટી પડ્યો હતો

Railway bridge collapse: આજે સવારે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે

    દિલ્હી: ભારે વરસાદને લીધે ચારે તરફ તબાહીની તસવીરો સામે આવી રહી છે. ઘણી જગ્યાએ ભારે વરસાદને લીધે પાણી ભરાઇ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો ક્યાંક બ્રિજ અને રસ્તા ધોવાઇ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એક રેલવે બ્રિજ તૂટી (Railway bridge collapse) જવાની ઘટના સામે આવી છે. નદીમાં આવેલા પૂર (River floods) સામે અંગ્રેજો દ્વારા બંધાવવામાં આવેલ આ રેલવે બ્રિજ ટકી ન શક્યો અને કકડભૂસ થઇ ગયો છે. આજે સવારે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (video viral) થઇ રહ્યો છે.

    હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પંજાબ અને હિમાચલની બોર્ડ પર ચક્કી નદી આવેલી છે. આ નદી પરનો 800 મીટર લાંબો રેલવે પુલ શનિવારે સવારે તૂટી પડ્યો હતો. ચક્કી નદીમાં આવેલા પૂર સામે આ પુલના કમજોર પડી ગયેલા પિલ્લર ટકી શક્યા નહીં અને અંતે બ્રિજ કકડભૂસ થઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ ઘટના બની ત્યારે કોઇ અવરજવર ન થતી હોવાને લીધે મોટું નુકસાન ટળ્યું છે.





    આ પણ વાંચો: પાકિસ્તાની નંબરથી મુંબઈ પોલીસને ફોન પર મળી 26/11 જેવા હુમલાની ધમકી

    આ ઘટના બાદ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. કેમ કે, જ્યાં સુધી પિલ્લર ન બને ત્યાં સુધી પઠાનકોટ અને જોગિંદ્રનગર વચ્ચે નેરો ગેજ ટ્રેન સેવા બંધ રહેશે. 1928માં અંગ્રેજો દ્વારા નિર્મિત નેરો ગેજ રેલ લાઇન પર પઠાનકોટ અને જોગિંદ્રનગર વચ્ચે રોજ સાત ટ્રેનો ચાલતી હતી. પોંગ બાંધ વન્યજીવ અભ્યારણ્યમાં સ્થિત ગામડાઓ માટે આ રેલ લાઇન ઘણી મહત્વપૂર્વ હતી કે જ્યાં કોઇ માર્ગ કે બસ સેવા નથી. ત્યાંના લોકો અવરજવર માટે આ ટ્રેન સેવાનો ઉપયોગ કરતાં હતાં.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, National news, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन