ઓફિસ બાદ નહીં આપવા પડે ઇ-મેઇલના જવાબ, લોકસભામાં ખાનગી બિલ રજૂ
ઓફિસ બાદ નહીં આપવા પડે ઇ-મેઇલના જવાબ, લોકસભામાં ખાનગી બિલ રજૂ
સુપ્રિયા સુલે : દિગ્ગજ નેતા શરદ પવારની દીકરી એનસીપીની સુપ્રિયા સુલેએ બિન-સૂચીબદ્ધ કંપનીઓના એક કરોડના શેર ખરીદેલા છે, જ્યારે તેમની પાસે સૂચીબદ્ધ કંપનીઓના 6 કરોડ રૂપિયાના શેર છે. તેઓએ મ્યૂચ્યુલ ફંડમાં પણ રોકાણ કરેલું છે.
બિલની જોગવાઇ પ્રમાણે નોકરી કરનાર લોકો નોકરીના કલાકો પુરા થયા બાદ આવતા ઇ-મેઇલ કે ફોન કોલ્સનો જવાબ નહીં આપવાનો અધિકાર પ્રાપ્ત કરે છે.
નવી દિલ્હીઃ NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)નાં સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. આ બિલ અંગે સમાચાર વાંચીને દેશભરનો નોકરિયાત વર્ગ ખુશીથી ઝૂમી ઉઠશે. આ બિલની ખાસ વાત એ છે કે તેમાં એવી જોગવાઇ છે, જે પ્રમાણે નોકરી કરનાર લોકો નોકરીના કલાકો પુરા થયા બાદ આવતા ઇ-મેઇલ કે ફોન કોલ્સનો જવાબ નહીં આપવાનો અધિકાર પ્રાપ્ત કરે છે.
'ધ રાઇટ ટૂ ડિસ્કનેક્ટ' (Right To Disconnect) બિલ કર્મચારી વર્ગમાં સ્ટ્રેસ અને ચિંતા ઓછી કરવાના વિચાર સાથે લાવવામાં આવ્યું છે. આ બિલને કારણે કર્મચારીને પોતાનું અંગત જીવન અને વ્યવહારિક જીવન વચ્ચે સારી રીતે તાલમેલ રાખી શકશે, તેમજ સ્ટ્રેસ ઓછો કરી શકશે.
જો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો ઓફિસના કલાકો પછી કરવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ ન આપવા પર કંપની તેના કર્મચારીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં કરી શકે. જો કર્મચારી નિર્ધારિત સમયથી વધારે કામ કરે છે તો તેને ઓવરટાઇમ માનવામાં આવશે.
એવું નથી કે ફક્ત ભારત દેશમાં જ આવા બિલ અંગે ચર્ચા ચાલી રહી છે, પંરતુ દુનિયાના અનેક દેશો આ બિલ લાગૂ કરવાનું વિચારી રહ્યા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના સમાચાર પ્રમાણે આ જ પ્રકારનો એક કાયદો સુપ્રીમ કોર્ટની મદદથી ફ્રાંસમાં લાગૂ કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં પણ આવું બિલ રજૂ કરવામાં આવ્યો છે, જર્મની પણ આવો જ કાયદો બનાવવાનું વિચાર રહ્યું છે.
28 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવેલા આ બિલમાં કહેવામાં આવ્યું છે કે એક કર્મચારી કલ્યાણ પ્રાધિકારની સ્થાપના કરવામાં આવે. જેમાં આઈટી, સંચાર અને શ્રમ મંત્રી સામેલ હશે. ડિજિટલ માધ્યમોના પ્રભાવ અંગે એક રિપોર્ટ પણ પ્રકાશિત કરવાની વાત છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર