કેજરીવાલ અને સિસોદિયા વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાઈ

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા

કેજરીવાલ અને સિસોદિયા મારા વિરુદ્ધ અપરાધિક મામલામાં મને જૂઠી રીતે ફંસાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તે સહાનુભૂતી મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે

  • Share this:
    દિલ્હી વિધાનસભાના નેતા પ્રતિપક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ રવિવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુપ્તાએ બંને પર અપરાધિક મામલામાં તેમને જૂઠી રીતે ફંસાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

    રોહિણીથી બીજેપી ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાનો દાવો છે કે, કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, બીજેપી તેમની હત્યા પોતાના પ્રાઈવેટ સુરક્ષા અધિકારી (પીએસઓ)ના હાથે કરાવશે, જે રીતે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીની હત્યા થઈ હતી.

    ગુપ્તાએ દિલ્હીના પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલિસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. ગુપ્તાએ ફરિયાદમાં કહ્યું છે કે, કેજરીવાલ અને સિસોદિયા મારા વિરુદ્ધ અપરાધિક મામલામાં મને જૂઠી રીતે ફંસાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તે સહાનુભૂતી મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે, અને કોઈને પણ પોતાના રાજનૈતિક હીત માટે ફંસાવી શકે છે અને આ વાત બધાને ખબર છે.

    બીજેપી ધારાસભ્યએ એ પણ આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે દિલ્હીના મોતી નગરમાં એક રોડ શો દરમ્યાન પોતાની ઉપર 4મેના રોજ સ્ક્રિપ્ટેડ હુમલો કરાવ્યો.

    ગુપ્તાએ કહ્યું કે, ખબર પડી કે કેજરીવાલે ખુદ સંપર્ક અધિકારી પાસે માંગ કરી હતી કે, તેમના વાહનની સુરક્ષા હટાવી દેવામાં આવે કેમ કે, સુરક્ષા વ્યક્તિઓની હાજરીમાં તેમની સ્ક્રિપ્ટને વિફળ કરી દેવામાં આવશે. આ બાજુ દિલ્હી પોલીસનું કહેવું છે કે, તેમને ગુપ્તા તરફથી ફરિયાદ મળી છે અને અમે આ મુદ્દે તપાસ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: