ટ્રેનની સામે દોડીને સ્વિચમેને બચાવી દીધો બાળકનો જીવ, જુઓ Video

અંધ મહિલાનું બાળક રેલવે ટ્રેક પર પટકાયું, સ્વિચમેને જીવની ચિંતા કર્યા વગર આવી રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો

અંધ મહિલાનું બાળક રેલવે ટ્રેક પર પટકાયું, સ્વિચમેને જીવની ચિંતા કર્યા વગર આવી રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો

 • Share this:
  મુંબઈ. ‘જેને રામ રાખે એને કોણ ચાખે..’ આ કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ આજે અમે આપને આવો જ એક વીડિયો (Video) દર્શાવવા જઈ રહ્યા છે. આ વીડિયો જોઈને આપને આ કહેવત પર ફરી એક વાર વિશ્વાસ થવા લાગશે.

  મૂળે આ મામલો મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ ડિવિઝન (Mumbai Division)નો છે. મહારાષ્ટ્રના વાંગની સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક બાળક પોતાની માતાની સાથે જઈ રહ્યું હતું. આ દરમિયાન બાળક ચાલતા-ચાલતા પ્લેટફોર્મ (Railway Platform)ના છેડે આવી ગયું અને તેનું સંતુલન બગડી જતાં બાળક રેલવે ટ્રેક (Railway Track) પર પડી ગયું. આ દરમિયાન બીજી તરફ ટ્રેન આવી રહી હતી. માતા કંઈ કરી શકે એ પહેલા એક સ્વિચમેન દોડતો આવ્યો અને બાળકને સેકન્ડોમાં જ બચાવી દીધું. બાળકને બચાવવાનો વીડિયોએ એએનઆઇએ શૅર કર્યો છે.


  આ પણ વાંચો, અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા

  મહારાષ્ટ્રના મુંબઈ ડિવિઝનમાં સ્વિચમેન મયૂર શેલ્ખે બાળકને બચાવવા ભગવાનનો દૂત બનીને આવ્યો અને તેણે પોતાના જીવનો ક્ષણનો પણ વિચાર કર્યા વગર બાળકને પાટા પરથી પ્લેટફોર્મ પર ચડાવ્યો અને પોતે પણ કૂદીને પ્લેટફોર્મ પર આવી ગયો. મયૂર શેલ્ખે કૂદીને પ્લેટફોર્મ પર આવ્યો તેની અડધી સેકન્ડમાં જ ટ્રેન ત્યાંથી પસાર થઈ. આ દિલધડક વીડિયો 10:49 વાગ્યે એએનઆઇએ શૅર કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજરથી વધુ લાઇક્સ મળી ચૂકી છે અને બે હજારથી વધુ વાર રીટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે.

  આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને કર્યા Alert! મોબાઈલમાં ક્યારેય સેવ ના કરશો બેંક ડિટેલ્સ, ખાતું થઈ જશે ખાલી


  બાળકનો જીવ બચાવનાર સ્વિચમેન મયૂર શેલ્ખેએ જણાવ્યું કે શનિવારે જ્યારે તે ડ્યૂટી પર હતો ત્યારે સીએસટી તરફ જતી ઉદ્યાન એક્સપ્રેસ આવી રહી હતી. તે સમયે એક અંધ મહિલા પોતાના બાળકની સાથે પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. મેં જોયું કે 6 વર્ષનું બાળક પાટા પર પડી ગયું અને સામે જ ટ્રેન આવી રહી હતી. મેં વિચાર્યું કે બાળકનો જીવ બચાવવો ખૂબ જરૂરી છે, તેથી હું તાત્કાલિક ભાગીને તેને બચાવી લીધો.
  Published by:Mrunal Bhojak
  First published: