ગુરુગ્રામઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સદસ્ય બનીને ગુરુગ્રામના પાટલી ગામના એક ખેડૂત પાસેથી 50 લાખ રૂપિયા માંગવાના આરોપમાં એક વ્યક્તિ અને તેના બે પુત્રની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે જાણકારી આપતા કહ્યુ કે, ‘સુરેન્દ્રસિંહની ફરિયાદ મામલે કરમબીર અને તેના પુત્ર દીપક અને મોહિતની સામે ફર્રુખનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.’
મૂસેવાલા જેમ મારવાની ધમકી આપીઃ સુરેન્દ્રસિંહ
સુરેન્દ્રસિંહે આક્ષેપ કરતા ફરિયાદ નોંધાવી હતી કે, ‘તેને થોડા સમય પહેલાં જ રેલવેની પરિયોજનામાં જમીન આપવા બદલ વળતરરૂપે 75 લાખ રૂપિયા મળ્યા હતા અને આરોપી આ વાત જાણતો હતો. તેને 19 ઓગસ્ટના રોજ વોટ્સએપ પર ધમકીના કોલ આવ્યા હતા. આ સાથે જ આરોપીઓએ ફેમશ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાને માર્યો હતો તેવી રીતે મારવાની ધમકી આપી હતી.’
સિંહે આરોપ પણ લગાવ્યો હતો કે, આરોપીઓએ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધી હતી. ત્યાં ફાર્રુખનગરના જેલ પ્રભારી જિતેન્દ્ર કુમારે શનિવારે કહ્યું હતુ કે, ‘અમે આ કેસ દાખલ કરી દીધો છે અને આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર