પોલીસ તપાસમાં યુવતી સતત હત્યાના આરોપોને નકારી રહી હતી.
Shocking crime: કવિતા જે હોસ્પિટલમાં કામ કરતી હતી. ત્યાં જ ઇંશ્યોરન્સ વિભાગમાં કામ કરતા વિનય વર્મા સાથે તેના સંબંધ હતા. પોલીસને મહેશની હત્યા સાથે સંકળાયેલ કેટલીક વાતો વોટ્ટએપ ચેટમાં મળી આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નજીક આવેલ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં એક નર્સે પોતાના પતિની જ હત્યા કરી નાંખી. તેણે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેની 13 વર્ષીય દીકરીએ હત્યાને લઇ પોલીસ સામે ખુલાસો કરી નાંખ્યો હતો. પોલીસેન નર્સનો મોબાઇલ ફોન ખંગાળ્યા બાદ તેને તેના પ્રેમી સાથે ધરપકડ કરી લીધી હતી.
ખરેખરમાં પોલીસને હોસ્પિટલમાંથી જાણકારી મળી હતી કે, એક વ્યક્તિએ આત્મહત્યાની કોશિશ કરી છે. જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને કેસ નોંધ્યો હતો. પોલીસે જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો મૃતકના ગળાની આસપાસ કેટલાક નિશાનો મળી આવ્યા હતા. આ નિશાનથી પોલીસને શંકા ગઇ હતી કે કોઇએ તેનું ગળું દબાવીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના પછી પોતાની તપાસ શરૂ કરી અને મૃતકની પત્નીની પૂંછપરછ શરૂ કરી હતી.
બાળકીએ પોતાના પિતાની હત્યાનો કર્યો ખુલાસો
પોલીસની તપાસમાં યુવતી સતત હત્યાના આરોપોને નકારી રહી હતી પરંતુ તેની 13 વર્ષની દીકરીએ આખી કહાણી પોલીસ સામે જણાવી હતી. મૃતકની દીકરીએ પોલીસને જણાવ્યું કે, તેને પોતાને તેની માતાને પિતાના મોં પર તકીયો રાખીને દબાવતા જોઇ છે. જેના પછી પોલીસે ફરીથી કવિતાની અટકાયત કરી અને કડક પૂંછપરછ શરૂ કરી. આ પૂંછપરછમાં કવિતા ભાંગી પડી અને હત્યાની વાત કબૂલ કરી હતી.
તેણે પોલિસને જણાવ્યું કે, દારૂ પીને તેનો પતિ મહેશ તેને રોજ જાનવરો માફક માર મારતો હતો. 29 નવેમ્બરે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેના પછી મહેશ જ્યારે સૂઇ ગયો તો કવિતાએ તેનું મોઢુ દબાવી દીધુ. તે ત્યાં સુધી તકીયો બદાવતી રહી, જ્યાં સુધી મહેશ મરી ગયો નહીં. તેના પછી તે પતિની લાશને ત્યાં જ લઇ ગઇ જ્યાં તે નોકરી કરતી હતી. તેણે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની પણ કોશિશ કરી હતી.
મહિલાના પ્રેમીની ધરપકડ
પોલીસે જણાવ્યું કે, કવિતા જે હોસ્પિટલમાં કામ કરતી હતી. ત્યાં જ ઇંશ્યોરન્સ વિભાગમાં કામ કરતા વિનય વર્મા સાથે તેના સંબંધ હતા. પોલીસને મહેશની હત્યા સાથે સંકળાયેલ કેટલીક વાતો વોટ્ટએપ ચેટમાં મળી આવી છે. હાલમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર