Home /News /national-international /BMWની મોંઘીદાટ કાર આગમાં બળીને ખાખ, ત્રણ લોકો બહાર કૂદી પડ્યા

BMWની મોંઘીદાટ કાર આગમાં બળીને ખાખ, ત્રણ લોકો બહાર કૂદી પડ્યા

હાઇવે પરથી પસાર થઇ રહેલી બીએમડબ્લ્યુ કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.

BMW Car Fire: નાસિક-પુણે હાઇવે પર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઇ રહેલી બીએમડબ્લ્યુ કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.

    નાસિક: નાસિક-પુણે હાઇવે પર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઇ રહેલી બીએમડબ્લ્યુ કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગને પગલે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ મોંધીદાટ કારમાં આગ લાગતાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. આગમાં કાર બળીને ખાખ થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

    મળતી માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે નાસિક-પુણે હાઇવે પરથી પસાર થઇ રહેલી બીએમડબ્લ્યુ કારમાં આગ લાગી હતી. જેના પગલે ડ્રાઇવરે તરત જ કાર પર કાબૂ મેળવ્યો હતો અને કારને રસ્તાની બાજુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કારમાં ટ્રાઇવ અને બે અન્ય લોકો સવાર હતા. જોકે, ડ્રાઇવરની સજાગતાથી કાર કાબૂમાં લઇ રસ્તાની સાઇડ પર લેવામાં આવી હતી. જેના કારણે ડ્રાઇવર સહિત ત્રણેય લોકો કારમાંથી બહાર કૂદવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન કારે વધુ ભીષણ બની હતી. ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થઇ રહેલા વાહનો પણ રોકાઇ ગયા હતા અને મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.


    આ પણ વાંચો: એરફોર્સને આજે મળશે મેડ ઈન ઈંડિયાનો પાવર, દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

    કારમાં ભીષણ આગને જોતાં ડ્રાઇવરે ફાયરબ્રિગેડને ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ દરમિયાન બીએમડબ્લ્યુની મોંઘીદાટ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. ચાલુ કારમાં આગ લાગવાની ઘટનાને પગલે થોડા સમય સુધી હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, કારની અંદર આવેલા ડેસબોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, હાલ આ મામલે વધુ તપાસ કરી કારમાં આગ લાગવાનું ઠોસ કારણ તારવામાં આવી રહ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BMW Car, Fire in Car, National news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन