Home /News /national-international /કાળજું કંપાવતી ઘટના : ક્રૂર પતિ - પેહલા પત્નીની હત્યા કરી, પછી લાશ તપેલામાં ઉકાળી, 6 બાળકો જોતા જ રહી ગયા
કાળજું કંપાવતી ઘટના : ક્રૂર પતિ - પેહલા પત્નીની હત્યા કરી, પછી લાશ તપેલામાં ઉકાળી, 6 બાળકો જોતા જ રહી ગયા
પાકિસ્તાન ક્રૂર પતિ
Pakistan Crime : પોલીસે જયારે લાશને જોઈ ત્યારે મહિલાનો પગ શરીરથી જુદો પડી ગયો હતો. લાશનો કબ્જો અતિયારે પોલીસ પાસે છે અને આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
Pakistan Crime : ક્રૂરતા, ઘણીવાર વ્યક્તિ જાણે રાક્ષસ બની જતો હોય છે. આવીજ કંઈક કાળજું કંપાવતી ઘટના પાકિસ્તાન (Pakistan) ના સિંધ ક્ષેત્રમાં બની છે. જિયો ન્યુઝના એક રિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ ઓશીકાથી મોઢું દબાવીને પોતાની પત્નીની હત્યા કરી. ત્યાર બાદ પણ તેને શાંતિ થઇ નહિ અને પોતાના 6 બાળકોની સામે, તપેલી જેવા મોટા વાસણમાં પત્નીની લાશને તેમાં નાખીને ઉકાળી. આવું ક્રૂર કામ તેણે 9 મહિનાથી બંધ પડેલી શાળાના એક રસોડામાં કર્યું.
જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ, પતિ તે સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરતો હતો. પોલીસે જયારે લાશને જોઈ ત્યારે મહિલાનો પગ શરીરથી જુદો પડી ગયો હતો. લાશનો કબ્જો અતિયારે પોલીસ પાસે છે અને આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
નરગીસ નામની મહિલાની લાશ સિંધુ પોલીસ ને બુધવારના રોજ તે વાસણ માંથી મળી. આ લાશ એક બંધ સ્કૂલ માંથી મળી આવી હતી. આ ઘટના કરાચીના ગુલશન-એ-ઇકબાલની છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શાળામાં ચોકીદારીનું કામ કરતો આ વ્યક્તિ બજૌર એજન્સીનો રહેવાસી હતો. તેમને શાળામાં રહેવા માટે એક ઘર પણ આપવામાં આવ્યું હતું. આ શાળા છેલ્લા 9 મહિનાથી બંધ હાલતમાં પડી હતી.
સિંધ પ્રાંતના એસએસપી અબ્દુર રહીમ શેરજીએ કહ્યું કે, 3 બાળકોને પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે. આ ઘટનાની તમામ માહિતી તેની જ 15 વર્ષની દીકરીએ આપી છે. બાકીના 3 બાળકોને આશિક પોતાની સાથે લઇ ગયો છે.
પ્રારંભિક તાપસ અને બાળકોની જુબાની મુજબ આરોપીએ ઓસીકા વડે ગળું દબાવીને પત્નીની હત્યા કરી અને પછી લાશને વાસણમાં નાખી ઉકાળી. જેમાં મહિલાનો એક પગ શરીરથી અલગ થઇ ગયો. આ ઘટના પાછળનું કારણ હાજી અકબંધ જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર