કોરોના વાયરસથી બચવા માટે ટ્રમ્પની ‘સલાહ’ માનીને આ શખ્સે ગુમાવ્યો પોતાનો જીવ!

News18 Gujarati
Updated: March 24, 2020, 2:50 PM IST
કોરોના વાયરસથી બચવા માટે ટ્રમ્પની ‘સલાહ’ માનીને આ શખ્સે ગુમાવ્યો પોતાનો જીવ!
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ ફોટો)

કપલે ટ્રમ્પે જણાવેલી હાઇડ્રોક્સીક્લોરોક્વીનને બદલે ક્લોરોક્વીન ફોસ્ફેટ નામનું કેમિકલ પી લીધું!

  • Share this:
વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સલાહ માનવી આ શખ્સને ભારે પડી ગઈ. કોરોના વાયરસના ચક્કરમાં તેનું મોત થઈ ગયું. તે શખ્સ અને તેની પત્નીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહ પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રમ્પે જે દવાનું નામ લીધું હતું, તેના જેવું ભળતું એક ખોટું કેમિકલ પતિ-પત્નીએ પી લીધું. તેના કારણે પતિનું મોત થઈ ગયું અને પત્ની હજુ પણ હોસ્પિટલમાં મૃત્યુ સામે લડી રહી છે.

'ડેઇલી મેલ'ના રિપોર્ટ મુજબ એક કપલે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માછલીના ટેન્કને સાફ કરવાનું કેમિકલ પી લીધું. પતિ-પત્નીને લાગ્યું કે આ એ જ જાદુઈ દવા છે જેનો ઉલ્લેખ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પોતાના પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો. કેમિકલને પીતા જ પતિ-પત્નીની તબીયત બગડવાની શરૂ થઈ ગઈ. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જ્યાં પતિનું મોત થઈ ગયું અને પત્નીની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે.

કોરોના સામે જાતે સારવાર કરવામાં ગુમાવ્યો જીવ

અમેરિકામાં એરિઝોનાના સ્વયંસેવી સંસ્થા બેનર હેલ્થ તેને એક ઉદાહરણની જેમ રજૂ કરી અમેરિકાના લોકોને સચેત કરી રહી છે કે કોરોના વાયરસ સામે જાતે સારવાર કરવી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે. સંસ્થા લોકોને ઘરની વસ્તુઓથી કોરોના વાયરસની સારવાર પ્રત્યે જાગૃતિ ફેલાવી રહી છે.

મળતી જાણકારી મુજબ, 60 વર્ષની ઉંમરની આસપાસના એ કપલે ક્લોરોક્વીન ફોસ્ફેટ નામનું એક કેમિકલ પી લીધું હતું. આ કેમિકલનો ઉપયોગ માછલીના ટેન્કને સાફ કરવામાં આવે છે. કેમિકલ તેમના ઘરમાં હતું. પતિ-પત્નીએ વિચાર્યું કે આ એ જ કેમિકલ છે, જેનો ઉલ્લેખ ખૂબ મજબૂતીથી ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની સારવાર માટે કર્યો હતો. કેમિકલ પીધાના 30 મિનિટની અંદર પતિ-પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં પતિનું મોત થઈ ગયું.

આ પણ વાંચો, WHOએ ભારતના વખાણ કર્યા, કહ્યું- તેમની પાસે કોરોના વાયરસથી લડવાની જોરદાર ક્ષમતાટ્રમ્પે કોરોના વાયરસને લઈને આપી હતી આ સલાહ

મૂળે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એન્ટી મલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસની સારવારમાં ઘણી કારગર સાબિત થઈ શકે છે. આ દવાને ટ્રમ્પે ભગવાનનું વરદાન જણાવતાં કહ્યું હતું કે તેનો ઉપયોગ કોરોના વાયરસની સારવારમાં કરવામાં આવે છે. જોકે, અમેરિકાના ડૉક્ટર ટ્રમ્પના આ નિવદેનનું સમર્થન નહોતા કરતા. ડૉક્ટરો મુજબ આ દવાનો ઉપયોગ પોતાના શરૂઆતના ચરણમાં છે અને હજુ કોરોના વાયરસની સારવારમાં તેના ઉપયોગને લઈ સચોટ રીતે ન કહી શકાય.

તે કપલે રાષ્ટ્રપ્રમુખે  જણાવેલી હાઇડ્રોક્સીક્લોરોક્વીનને બદલે ક્લોરોક્વીન ફોસ્ફેટ નામનું કેમિકલ પી લીધું. તેમને લાગ્યું કે રાષ્ટ્રપ્રમુખે આ જ દવા વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચો, કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ

 
First published: March 24, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading