Home /News /national-international /PMO ના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા ગુજરાતી વ્યક્તિની શ્રીનગરમાં ધરપકડ

PMO ના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા ગુજરાતી વ્યક્તિની શ્રીનગરમાં ધરપકડ

કિરણ પટેલ તરીકે ઓળખાતા આ ઇસમની સામે કલમ 419, 420, 467, 468, 471 આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. (Photo: News18)

VIP સુરક્ષા કવચ મેળવનારા ગુજરાતના એક વ્યક્તિ કે જે કથિત રીતે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપતા હતા તેની J&K પોલીસે શ્રીનગરમાં ધરપકડ કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Jammu and Kashmir, India
શ્રીનગર:  પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં VIP સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તેઓ જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા દેખાય છે. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો.

VIP સુરક્ષા કવચ મેળવનારા ગુજરાતના એક વ્યક્તિ કે જે કથિત રીતે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપતા હતા તેની J&K પોલીસે શ્રીનગરમાં ધરપકડ કરી છે. કિરણ પટેલ તરીકે ઓળખાતા આ ઇસમની સામે કલમ 419, 420, 467, 468, 471 આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ વ્યક્તિ રસગુલ્લાની જેમ સળગતા અંગારા ગળી જાય છે, જુઓ રૂવાંટા ઉભી કરી દે તેવો વીડિયો

CNN News18 દ્વારા પાસે રહેલી FIR ની કોપીમાં લખેલ છે કે “કિરણ ભાઈએ પોતાને ભારતના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખાવ્યા છે. આ વ્યક્તિએ છેતરપિંડી, બનાવટી અને ઢોંગનો આશરો લઈને નાણાકીય તેમજ ભૌતિક લાભો મેળવવા માટે ગૂંથેલી યોજના હેઠળ ભોળા લોકો સાથે છેતરપિંડી કરી છે".

સીએનએન ન્યૂઝ 18 દ્વારા એક્સેસ કરાયેલા કેટલાક વીડિયો અને ફોટામાં તેને ભારે સુરક્ષા કવચ સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા જોઈ શકાય છે.
First published:

Tags: Jammu and kashmir, PMO India, Srinagar