આ વ્યક્તિએ Google Mapsને એક ટ્રીકથી ખોટું સાબિત કર્યું!

સાઇમન વેકર્ટના વીડિયોમાંથી લીધેલી તસવીરો

આ માટે આ વ્યક્તિએ 99 સ્માર્ટફોનની મદદ લીધી

 • Share this:
  જર્મની (Germany)ના એક કલાકારે ગૂગલ મેપ્સને આબાદ રીતે છેતર્યું. આ વ્યક્તિને તેના કારનામાનો વીડિયો યૂટ્યૂબ (Youtube) પર શેયર કર્યો છે. જો તેને સાચુ માનવામાં આવે તો હવે કોઇ પણ ગૂગલ મેપ પર જામ બતાવી શકે છે. ગૂગલ મેપ્સ (Google Maps) દ્વારા તમે સમગ્ર દુનિયાભરમાં કોઇ પણ સ્થળે મેપ જોઇ શકો છો. અને તમારે જે પણ બાજુએ જવું હોય ત્યાં જઇ શકો છો. વળી આ દ્વારા તમને રોડ પર કેટલો ટ્રાફિક છે નથી તે વાત પણ જાણી શકો છો. બર્લિનમાં એક વ્યક્તિએ આ ટેકનોલોજીની ચેલેન્જ કરી ગૂગલ મેપને છેતરી છે.

  આ માટે આ વ્યક્તિએ 99 સ્માર્ટફોનની મદદ લીધી. તેણે જણાવ્યું કે કોઇ પણ રસ્તા પર ટ્રાફિક જામ છે કે ટ્રાફિક સ્લો ચાલી રહ્યો છે તે જાણકારી મેળવવા માટે ગૂગલ મેપ ગાડીઓમાં ચાલી રહેલા યુઝરના મોબાઇલ ફોનના લોકેશનને ટ્રેક કરે છે અને આ એનોલિસિસ મુજબ જણાવે છે કે જે તે રસ્તા પર ટ્રાફિક છે કે નહીં. આમ જે તે રસ્તા પર ટ્રાફિક છે કે નહીં તે જાણવા માટે તે ગાડીની સ્પીડ અને સ્માર્ટફોનની સંખ્યા પર આધાર રાખે છે.

  સાઇમન વેકર્ટ નામના આ વ્યક્તિએ ગૂગલ મેપની આ ટેકનોલોજીને તપાસવા માટે એક નાનકડી કાર્ટ ટ્રોલીમાં 99 સ્માર્ટફોન રાખ્યા અને તેની બર્લિનની કેટલીક ગલીઓમાં ફેરવી. કાર્ટે આટલા બધા સ્માર્ટ ફોન સાથે રાખી રસ્તો પસાર કરતા ધીમે ધીમે ગૂગલ મેપમાં અહીં રસ્તા જામ છે તેવું બતાવવા લાગ્યું.  ગૂગલ મેપ્સ ટ્રાફિકની સ્થિતિને રંગો દ્વારા બતાવે છે. અને તેવામાં ગાડીની ગતી ધીમી હોવાથી તે રસ્તાને નારંગી રંગથી હાઇલાઇટ કરે છે. અને વધુ ટ્રાફિક હોય છે તો લાલ રંગ કરીને બતાવે છે. વેકર્ટના આ પ્રયોગમાં કંઇક આવું જ જોવા મળ્યું.

  વેકર્ટ તેનો આ વીડિયો યૂટ્યૂબ પર પણ મૂક્યો છે. અને વીડિયોમાં સાફ દેખાય છે કે કેવી રીતે મેપ પહેલા લીલો હોય છે પછી નારંગી અને છેવટે લાલ થઇ જાય છે. જેનો મતલબ કે આ રસ્તા પર ભારે ટ્રાફિક છે પણ હકીકતમાં જોવા જાવ તો રસ્તા ખાલી ખમ હતા.
  Published by:Chaitali Shukla
  First published: