Home /News /national-international /'Corona પોઝિટિવ છું', પત્નીને જુઠુ બોલી થઈ ગયો ગાયબ, હવે ગર્લફ્રેન્ડ જોડે ઈન્દોરથી ઝડપાયો

'Corona પોઝિટિવ છું', પત્નીને જુઠુ બોલી થઈ ગયો ગાયબ, હવે ગર્લફ્રેન્ડ જોડે ઈન્દોરથી ઝડપાયો

પત્નીને ફોન કરી કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે હું કદાચ જીવી નહીં શકુ

પત્નીને ફોન કરી કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે હું કદાચ જીવી નહીં શકુ

    મુંબઈ: Corona મહામારીથી બચવા માટે જ્યાં લોકો જાત-જાતના ઉપાયો કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેને પોતાના ફાયદા માટે ખોટો દુરઉપયોગ પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં આવો જ એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીને જુઠૂ કહ્યું કે, તેને કોરોના સંક્રમણ થયું છે અને તેને કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરવામાં આવી રહ્યો છે. તેણે પત્નીને કહ્યું કે, તે તેને અહીં મળવા નહીં આવી શકે અને પરિવારને કોરોનાથી બચાવવા માટે હવે કોરોનામાંથી સાજો થયા બાદ જ હું ઘરે આવીશ. પતિની આ વાત સાંભળી પત્ની ચિંતામાં આવી ગઈ, તો પતિ જૂઠુ બોલી ગર્લફ્રેન્ડ સાથે મોજ કરવા ભાગી ગયો.

    આ વિચિત્ર ઘટના મુંબઈના વાશી વિસ્તારની છે. 24 જુલાઈએ 28 વર્ષિય એક વ્યક્તિએ પોતાની પત્નીને ફોન કરી કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે હું કદાચ જીવી નહીં શકુ. પત્ની કઈ સમજે તે પહેલા તો તેણે ફોન કાપી નાખ્યોપત્નીએ અનેક વખત ફોન કરવાની કોશિશ કરી પમ સંપર્ક થઈ શક્યો નહીં. ત્યારબાદ પત્નીએ પોતાના ભાઈને ફોન કરી આની જાણકારી આપી અને પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે લાપતા વ્યક્તિને શોધવા માટે ટીમ લગાવી દીધી.

    આ પણ વાંચો - રાજકોટ: યુવાનની લોહીથી લથબથ મળી લાશ, બે સંતાનોએ વ્હાલસોયા પિતાની ગુમાવી છત્રછાયા

    તપાસ દરમિયાન વાશી સેક્ટર નંબર 17માં ગુમ થયેલા વ્યક્તિનું બાઈક, ચાવી અને બેગ અને હેલ્મેટ પણ મળ્યું પરંતુ, તે ના મળ્યો. એસીપી વિનાયક વત્સએ કહ્યું કે, ત્યારબાદ પોલીસે તે વિસ્તારના સીસીટીવી ચેક કર્યા અને મોબાઈલ લોકેશનને ટ્રેક કરવાનું શરૂ કર્યું. તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી કે, તેને એક યુવતી સાથે પ્રેમ ચાલે છે. ત્યારબાદ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી. એક મહિનાની શોધખોળ બાદ તે ઈન્દોરથી હોવાનું સામે આવ્યું.
    " isDesktop="true" id="1026836" >

    ત્યારબાદ મુંબઈ પોલીસની એક ટીમ ઈન્દોર ગઈ અને ગુમ થયેલા વ્યક્તિને તેની પ્રેમિકા સાથે ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે, ઈન્દોરમાં બંને પોતાની ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા. 15 સપ્ટેમ્બરે પોલીસ તેની પકડી મુંબઈ લઈ આવી. પોલીસે જણાવ્યું કે, મોબાઈલમાં સીમકાર્ડ બદલી લીધા બાદ પણ તેને પકડવામાં સફળતા મળી છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો