'કોરોના પોઝિટિવ છું' કહી ગુમ થયેલા પતિને પોલીસે ગર્લફ્રેન્ડ સાથે ઝડપ્યો

News18 Gujarati
Updated: September 19, 2020, 1:21 PM IST
'કોરોના પોઝિટિવ છું' કહી ગુમ થયેલા પતિને પોલીસે ગર્લફ્રેન્ડ સાથે ઝડપ્યો
પ્રતિકાત્મક તસવીર

એક પતિ તેની પત્નીને તેમ કહીને ગુમ થઇ ગયો કે તેને કોરોના સંક્રમણ થઇ ગયું છે, પણ પછી જે થયું તે જાણવા જેવું છે.

  • Share this:
મુંબઇ : કોરોના મહામારીનો પણ કોઇ આ રીતે લાભ લઇ શકે છે તેવો અજીબો ગરીબ ઘટના મુંબઇમાં બહાર આવી છે. અને એક પતિ તેની પત્નીને તેમ કહીને ગુમ થઇ ગયો કે તેને કોરોના સંક્રમણ થઇ ગયું છે. અને તે કોવિડ કેર સેન્ટરમાં ભરતી થવા જઇ રહ્યો છે. વળી તેણે પત્નીને કહ્યું તે પણ તેને મળવા ન આવે અને પરિવારને પણ કોરોનાથી બચાવે. જ્યારે તે ઠીક થશે ત્યારે તે ઘરે પાછો આવશે. આ વાત સાંભળીને પત્નીના હોશ ઉડી ગયા.

આ ઘટના નવી મુંબઇના વાશીની છે. 24 જુલાઇએ 28 વર્ષના વ્યક્તિએ પોતાની પત્નીને ફોનન કરીને પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની વાત કરી હતી. અને પત્ની કંઇ વધુ પુછે તે પહેલા તેણે ફોન કાપી દીધો. તે પછી પત્નીએ અનેક વાર ફોન લગાવ્યો પણ તેનો કોઇ સંપર્ક ના થયો. તે પછી પત્ની તેના ભાઇને પૂરી જાણકારી આપી તો ભાઇએ પોલીસમાં પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. જે પછી પોલીસે તેને શોધવા ટીમ લગાવી.

તપાસમાં વાશી સેક્ટરથી તેની મોટરસાયકલ, ચાવી અને બેગ તથા હેલમેટ પણ મળી પણ તેની કોઇ ભાળ ન મળી. તે પછી સીસીટીવીની શોધ કરવામાં આવી. અને મોબાઇલનું લોકોશન પણ ટ્રેક કરવામાં આવ્યું. તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી કે તેનું કોઇ મહિલા સાથે અફેર હતું. તે પછી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી. અને મહિનાભરની શોધ પછી ખબર પડી કે ભાઇ ગર્લફ્રેન્ડ સાથે ઇન્દોરમાં મસ્ત મજા કરી રહ્યા છે.

વધુ વાંચો : 'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી

તે પછી મુંબઇની એક ટીમે ઇન્દોર જઇને તેની પ્રેમિકા સાથે તેને ત્યાંથી પકડી પાડ્યો. પોલીસે વધુમાં જણાવ્યું કે તે ઇન્દોરમાં પોતાની ઓળખ બદલીને રહી રહ્યો હતો.
15 સપ્ટેમ્બરે પોલીસ તેને પકડીને નવી મુંબઇ લાવી. પોલીસે જણાવ્યું કે તેણે પોતાનો મોબાઇલ સિમ પણ બદલી નાંખ્યો હતો. જો કે તેમ છતાં પોલીસ તેને પકડવામાં સફળ સાબિત થઇ.
Published by: Chaitali Shukla
First published: September 19, 2020, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading