23 મિત્રો સાથે ડેટ પર પહોંચી ગર્લફ્રેન્ડ, 2 લાખનું બિલ જોઈ ભાગી ગયો પ્રેમી, યુવતીને હોશિયારી ભારે ભડી

2 લાખનું બિલ જોઈ બોયફ્રેન્ડ ભાગી ગયો (પ્રતિકાત્મક તસવીર)

સોશિયલ મીડિયામાં પણ આ સમાચારને લઈ લોકોએ ખુબ કોમેન્ટ કરી છે. મોટાભાગના લોકોએ યુવક લિયુનો પક્ષ લીધો છે, જ્યારે યુવતીના વ્યવહારની ટીકા કરી

 • Share this:
  બેઈઝિંગ: ચીનમાં એક એવો વિચિત્ર મામલો સામે આવ્યો છે, જેમાં એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો હતો, પરંતુ બિલ ચુકવ્યા વગર જ ધીમે રહી હોટલમાંથી ભાગી ગયો. ઉલ્લેખનીય છે કે, આ યુવતી પોતાના 23 અન્ય મિત્રોને સાથે લઈ ડેટ પર ગઈ હતી અને તેમનું ખાવાનું બિલ લાખો રૂપિયામાં પહોંચી ગયું હતું, જે ચૂકવ્યા વગર જ યુવક રફૂચક્કર થઈ ગયો. આ એક બ્લાઈન્ડ ડેટ હતી અને આ પહેલા બંને લોકો માત્ર ફોન અને સોશિયલ મીડિયા દ્વારા જ એક બીજા સાથે જોડાયેલા હતા.

  ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, યુવતીએ જણાવ્યું કે, તે પોતાના પ્રેમીની ઉદારતાને તપાસવા માટે બ્લાઈન્ડ ડિનર પર પોતાના 23 મિત્રોને સાથે લઈને ગઈ હતી. શરૂઆતમાં બધુ બરાબર રહ્યું પરંતુ વધતા બિલને જોઈ તેનો પ્રેમી ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવાનું જ તેણે બરાબર સમજ્યું. યુવતી અનુસાર, ડિનર ખતમ થયા બાદ જ્યારે બિલ ચૂકવવાનો વારો આવ્યો તો, તેનો પ્રેમી ત્યાંથી બાગી ગયો હતો. ત્યારબાદ યુવતીએ જ રેસ્ટોરન્ટનું 19,800 (2,17,828 રૂપિયા)નું બિલ ચુકવવું પડ્યું.  માએ નક્કી કરી હતી બ્લાઈન્ડ ડેટ
  રિપોર્ટ અનુસાર, આ મામલો પીર્વ ચીનના ઝેજિયાંગ વિસ્તારનો છે. અહીંના નિવાસી લિયુ નામનો એક યુવક પોતાની મા દ્વારા નક્કી કરવામાં આવેલ બ્લાઈન્ડ ડેટ પર ગયો હતો. તે આ યુવતીને પહેલા ક્યારે પણ મળ્યો ન હતો. જોકે, બાદમાં લિયૂ રેસ્ટોરન્ટનું બિલ 19,800 જોઈ ત્યાંથી ભાગી ગયો. ડિનર ખતમ કર્યા બાદ જ્યારે પ્રેમિકાએ લિયૂનો સંપર્ક કરવાની કશિશ કરી તો, તે ક્યાંય ન મળ્યો. ત્યારબાદ થાકી પ્રેમિકાએ જ પોતાના ડિનરનું પેમેન્ટ કરવું પડ્યું.

  બાદમાં આ મામલે યુવતી ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચી તો, લિયૂની શોધખોળ કરવાનું શરૂ કરી દીધુ. યુવક પકડાયા બાદ લિયૂએ માત્ર બે ટેબલનું બિલ ચુકવવા માટે તૈયારી બતાવી. લિયૂ પકડાઈ ગયા બાદ પણ યુવતીએ 15,402 યુઆન (1,69,444 રૂપિયા)ની ચૂકવણી કરવી પડી. ચીનની સોશિયલ મીડિયામાં પણ આ સમાચારને લઈ લોકોએ ખુબ કોમેન્ટ કરી છે. મોટાભાગના લોકોએ યુવક લિયુનો પક્ષ લીધો છે, જ્યારે યુવતીના વ્યવહારની ટીકા કરી છે.
  Published by:kiran mehta
  First published: