આ વીડિયો ગ્રેટર ફરીદાબાદ સેક્ટર-82ની ગ્રાંડેઉરા સોસાયટીના ઈ-બ્લોકનો બતાવાઇ રહ્યો છે.
ફરીદાબાદ (Faridabad)ની બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે જ્યાં 12મા માળની બાલ્કનીમાંથી લટકીને કસરત કરતા એક વ્યક્તિનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફરીદાબાદ (Faridabad)ની બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે જ્યાં 12મા માળની બાલ્કનીમાંથી લટકીને કસરત કરતા એક વ્યક્તિનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ફરીદાબાદમાં એક મહિલાએ તેના પુત્રને 9મા માળેથી કપડા લેવા માટે 10મા માળેથી સાડીથી લટકાવી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો ગ્રેટર ફરીદાબાદ સેક્ટર-82ની ગ્રાંડેઉરા સોસાયટીના ઈ-બ્લોકનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે એક વ્યક્તિ 12મા માળની બાલ્કનીમાંથી લટકીને કસરત કરતો જોવા મળે છે. અહીં વીડિઓ જુઓ:
વીડિયોમાં એક વ્યક્તિ સોસાયટીના 12મા માળની બાલ્કનીની રેલિંગ પકડીને કસરત કરતો જોવા મળે છે. વીડિયો જોતા એવું લાગે છે કે વ્યક્તિ જ્યાં કસરત કરી રહ્યો છે તેની સામે જ બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિએ આ ખતરનાક સ્ટંટને પોતાના કેમેરા કે મોબાઈલમાં કેદ કરી લીધો છે.
સોસાયટીના પ્રમુખ દીપક મલિકે જણાવ્યું હતું કે 56 વર્ષીય વ્યક્તિ માનસિક રીતે અક્ષમ છે. તેમને એક 28 વર્ષનો પુત્ર પણ છે. આ ઘટના બાદ આરડબ્લ્યુએના અધિકારીઓએ તેના પરિવારના સભ્યોને તેના પર નજર રાખવા સૂચના આપી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર