Home /News /national-international /

Febrile Culture : મફત વિતરણ કરવાના વાયદા કરતી પાર્ટીઓ પર એક નજર, જેમણે ચંદ્ર પર ફ્રી ટ્રીપ કરવાનો પણ કર્યો વાયદો

Febrile Culture : મફત વિતરણ કરવાના વાયદા કરતી પાર્ટીઓ પર એક નજર, જેમણે ચંદ્ર પર ફ્રી ટ્રીપ કરવાનો પણ કર્યો વાયદો

મફત વિતરણ કરતી પાર્ટી

febrile culture : ચૂંટણી (Gujarat Election) દરમિયાન રાજકીય પક્ષ દ્વારા મફત વિતરણ કરવાની પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો છે. ચૂંટણી આયોગને ચૂંટણી પ્રતિક અમાન્ય કરવા અને રજિસ્ટ્રેશન રદ્દ કરવા માટે જણાવ્યું હતું

  febrile culture : મફતમાં આપવાના વાયદા અને સામાજિક યોજનાઓ બંને અલગ અલગ બાબતો હોવાને કારણે સુપ્રીમ કોર્ટે (Supreme Court) અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે મફતમાં આપવાના વાયદા અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન જાળવવા માટે આહ્વાન કર્યું છે. મફતમાં આપવાના વાયદા કરતી પાર્ટીઓની માન્યતા રદ્દ કરવાની અરજી પર વિચાર કરવા માટે પણ ઈન્કાર કરી દીધો છે.

  વકીલ અશ્વિની ઉપાધ્યાયે (lawyer Ashwini Upadhyay) અરજી દાખલ કરી હતી. જેમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષ દ્વારા મફત વિતરણ કરવાની પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો છે. ચૂંટણી આયોગને ચૂંટણી પ્રતિક અમાન્ય કરવા અને રજિસ્ટ્રેશન રદ્દ કરવા માટે જણાવ્યું હતું.

  26 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ NV રમન્નાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યા છે, જેથી 17 ઓગસ્ટ પહેલા આ અંગે વિચારો જણાવવા માટે કહેવામાં આવ્યું છે. જસ્ટિસ ક્રિષ્ના મુરારીએ જણાવ્યું કે, ચૂંટણી અલોકતાંત્રિક છે, જેથી તેઓ મફત વિતરણ કરવાના વાયદા કરતા રાજનૈતિક દળોની માન્યતા રદ્દ કરવાનું વિચારી રહ્યા છે.

  CJI એ જણાવ્યું કે, ‘મફત વિતરણ અને કલ્યાણકારી યોજના બંને અલગ અલગ બાબતો છે. અર્થવ્યવસ્થાના પૈસા અને કલ્યાણકારી યોજનાને સંતુલિત કરવાની રહેશે. કોઈ વ્યક્તિ પોતાના વિચાર અને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરે તે જરૂરી છે. મારી નિવૃત્તિ પહેલા આ મામલે પોતાના વિચાર જણાવો.’

  દાયકાઓથી ભારતમાં ચૂંટણી પહેલા મતદાતાઓને વાયદા કરવા તે એક સામાન્ય વાત રહી છે. રોકડથી લઈને શરાબ, ઘરનો સામાન, સ્કોલરશીપ, સબસિડી અને અનાજ આપવા સુધીના વાયદા કરવામાં આવ્યા છે. અહીં તે અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  અમ્માએ કર્યા મફત વિતરણના વાયદા


  તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી અને AIADMK લીડર જે જયલલિતા મફત વિતરણ કરવાના વાયદા કરતા હતા. તેમણે મતદાતાઓને મફત વિજળી, મોબાઈલ ફોન, વાઈફાઈ કનેક્શન, સબસિડીવાળા સ્કૂટર, વ્યાજ વગરની લોન, પંખા, મિક્સર ગ્રાઈન્ડર, સ્કોલરશીપ તથા અન્ય વસ્તુ આપવાનો વાયદો કર્યો હતો. તેમણે શરૂ કરેલ અમ્મા કેન્ટીન ચેનને પણ સફળતા મળી છે. તેમણે અગાઉના મુખ્યમંત્રી CN અન્નાદુરાઈ પાસે ચૂંટણી જીતવા માટે કેટલીક ટીપ્સ લીધી હશે, જેમણે વર્ષ 1960ના દાયકામાં રૂ.1માં એક કિલોગ્રામ ચોખા આપવાની જાહેરાત કરી હતી.

  ટીવી મોમેન્ટ


  આ મામલે તમિલનાડુમાં DMK પણ આગળ છે. વર્ષ 2006માં DMKએ ગરીબી રેખા નીચે જીવતા (BPL) પરિવારને મફત કલર ટીવી અને રાંધણ ગેસ કનેક્શન પ્રદાન કરવાનો વાયદો કર્યો હતો. વર્ષ 2011માં જયલલિતાએ DMKની કલર ટીવી આપવાની યોજનાને રદ્દ કરી દીધી હતી.

  વોટ આપતા મળશે રોકડા


  વર્ષ 2011માં તમિલનાડુમાં વોટ માટે રોકડ કૌભાંડ સામે આવ્યો હતો. જેમાં વિકીલીક્સ કેબલે આરોપ મુક્યો હતો કે, રાજનેતાઓએ વર્ષ 2009ની તિરુમંગલમ ચૂંટણીમાં મતદાતાઓને પ્રભાવિત કરવા માટે ચૂંટણીના કાયદાનો ઉલ્લંઘન કરવાની વાત સ્વીકારી છે.

  કેબલે જણાવ્યું કે, કેવી રીતે રોકડ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ‘દર વખતની જેમ DMKએ તિરુમંગલમમાં મધ્યરાત્રિએ મતદાતાઓ રોકડ આપવાની જગ્યાએ એન્વલપમાં પૈસા મુકીને પૈસા વિતરણ કર્યા. તે એન્વલપમાં રોકડની સાથે સાથે એક ચિટ્ઠી હતી, જેમાં કોને મત આપવો તે જણાવવામાં આવ્યું છે. કેબલે આ મામલે જણાવ્યું કે, તમામ લોકોને રિશ્વત લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.’

  લેપટોપ વિતરણ


  વર્ષ 2013માં ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ સરકારે વિદ્યાર્થીઓ માટે એક મહત્વાકાંક્ષી મફત લેપટોપ યોજનાની જાહેરાત કરી હતી. યુવાઓ માની રહ્યા હતા કે, તેમને એક યોગ્ય રાજનૈતિક નેતા મળી ગયો છે. જે બાદ વર્ષ 2012થી વર્ષ 2015 સુધીમાં રાજ્ય સરકારે કુલ 15 લાખ લેપટોપનું વિતરણ કર્યું હતું.

  મફત વિજળી


  પંજાબમાં શિરોમણી અકાલી દળે વર્ષ 1997માં સત્તામાં આવીને ખેડૂતોને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2002માં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તિજોરી પર ખર્ચ વધતા તેને રદ્દ કર્યું હતું. થોડા વર્ષ બાદ આ યોજનાને પુન:સ્થાપિત કરવા માટે આ પ્રકારે કરવામાં આવ્યું હતું.

  અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી


  અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સૌથી વધુ મફત વિતરણના વાયદા કરી રહી છે. વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મફત વિતરણના વાયદા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે પ્રચંડ જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીએ વિજળી વિતરણ કંપનીઓના ઓડિટના માધ્યમથી ગ્રાહકોને વિજળી ખર્ચમાં 50 ટકાનો ઘટાડો અને તમામ ઘરમાં દરરોજ 700 લીટર મફત પાણી આપવાનો વાયદો કર્યો હતો.

  આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પોતાનું પ્રભુત્વ જમાવવાની કોશિશ કરે છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પંજાબમાં જીત મેળવી છે. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, વડીલ માટે તીર્થયાત્રા અને મહિલાઓના હાથમાં પૈસા હોય તેવા વાયદાઓ સાથે આમ આદમી પાર્ટી અન્ય જગ્યાએ વિસ્તારિત થવાની કોશિશ કરી રહ્યું છે.

  ચંદ્ર પર પણ મળશે ફ્રી ટ્રીપ!


  ગયા વર્ષે તમિલનાડુની ચૂંટણીમાં દક્ષિણ મદુરાઈ સીટ પરથી અપક્ષના ઉમેદવાર થુલમ સરવનને 100 દિવસની ચંદ્ર પર ટ્રીપ, iPhones, ઘરના કામમાં મદદ કરવા માટે રોબોટ, સ્વિમિંગ પૂલ સાથે ત્રણ માળનું ઘર, મિની હેલિકોપ્ટર, મહિલાઓને તેમના લગ્ન માટે 100 સોવરેન ગોલ્ડ, તમામ પરિવાર માટે બોટ અને યુવાઓને બિઝનેસ શરૂ કરવા માટે 50,000 ડોલર આપવાનો વાયદો કર્યો હતો.

  આ પણ વાંચો'રેવડીઓ' વિરુદ્ધ PIL : ગુજરાત ચૂંટણી પહેલા પાર્ટીઓની ફીબ્રી સંસ્કૃતિ પર જાહેર હિતની અરજી થતા મુદ્દો ચર્ચામાં

  તેમણે જણાવ્યું હતું કે, તેમણે કરેલા તમામ વાયદા મફત વિતરણની સંસ્કૃતિ પર એક કટાક્ષ છે. તેમ છતાં તેઓ આ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarat Elections, Supreme Court, આમ આદમી પાર્ટી, ગુજરાત ચૂંટણી, ગુજરાત ચૂંટણી 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन