Home /News /national-international /બંગાળના મજૂરે 75 લાખનો જેકપોટ જીત્યા બાદ તરત જ પહોંચ્યો પોલીસ સ્ટેશન, જાણો સમગ્ર ઘટના
બંગાળના મજૂરે 75 લાખનો જેકપોટ જીત્યા બાદ તરત જ પહોંચ્યો પોલીસ સ્ટેશન, જાણો સમગ્ર ઘટના
કેરળમાં બંગાળના એક મજૂરને 75 લાખની લોટરી લાગી છે.
Kerala Lottery News: બંગાળના એક મજૂરનું ભાગ્ય એવી રીતે બદલાયું કે, તેને વિશ્વાસ જ ન આવ્યો. તે તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સુરક્ષાની માંગ કરી હતી. હકીકતમાં, બંગાળના એક મજૂરે કેરળની 75 લાખ રૂપિયાની લોટરી જીતી હતી. પછી તેને ડર લાગવા લાગ્યો કે, કદાચ કોઈ તેની પાસેથી તેના પૈસા છીનવી લેશે. ત્યાર બાદ તે પોલીસ પાસે મદદ માંગતો હતો.
તિરુવનંતપુરમ : બંગાળ (West Bengal)ના એક (labourer) મજૂરના ભાવિમાં આવેલા બદલાવના ડરથી તે સીધો પોલીસ પાસે ગયો હતો. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, બંગાળના એક મજૂરે કેરળમાં 75 લાખ રૂપિયાની લોટરી (Lottery) જીતી છે. બસ, તેને ખબર પડી કે, તેના હાથમાં લોટરી છે, જેનાથી તે ડરી ગયો. ડરના માર્યા તે સીધો પોલીસ સ્ટેશન ગયો અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. મજૂરનું કહેવું છે કે, તેને ડર છે કે, કોઈ તેની લોટરી ચોરી લેશે, તેથી તે પોલીસ પાસે મદદ માંગવા ગયો હતો.
પશ્ચિમ બંગાળના રહેવાસી એસ.કે.બદેશ નામના એક વ્યક્તિને જ્યારે ખબર પડી કે, તેણે કેરળ સરકારની 75 લાખ રૂપિયાની સ્ત્રી શક્તિ લોટરી જીતી છે, ત્યારે તેને આશ્ચર્ય થયું. આ પછી, બાદેશ મંગળવારે મોડી રાત્રે તેની ઈનામની રકમની સુરક્ષા માંગવા માટે તરત જ મુવાટ્ટુપુઝા પોલીસ સ્ટેશન પહોંચ્યો.
લોટરી જીત્યા બાદ મજૂર ડરી ગયો
અહેવાલ મુજબ, એસકે બદેશે પોલીસ સુરક્ષા માંગી હતી કારણ કે, તેને લોટરી જીત્યા પછી ઔપચારિકતાઓ વિશે કોઈ ખ્યાલ નહોતો. આટલું જ નહીં, તેને ડર પણ હતો કે, કોઈ તેની પાસેથી તેની લોટરીની ટિકિટ છીનવી લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુવાટ્ટુપુઝા પોલીસે તેમને તમામ ઔપચારિકતા સમજાવી અને સંપૂર્ણ સુરક્ષાનું વચન પણ આપ્યું. રસપ્રદ વાત એ છે કે, એસકે બદેશે અગાઉ પણ ઘણી લોટરીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ તે ક્યારેય જીતી શક્યા નહોતા. જ્યારે તે કેરળ લોટરીનાં પરિણામો જોવા બેઠો ત્યારે તેને જીતવાની ઓછામાં ઓછી અપેક્ષા હતી.
જ્યારે તેણે લોટરીની ટિકિટ ખરીદી ત્યારે એસકે બદેશ એર્નાકુલમના ચોટ્ટાનિકારામાં રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા. તેને કેરળ આવ્યાને લાંબો સમય થયો નથી. જોકે, તે મલયાલમ પણ બરાબર બોલી શકતો નથી. લોટરી જીત્યાના સમાચાર મળ્યા બાદ તેણે તેના મિત્ર કુમારને મદદ માટે ફોન કર્યો. હવે એસકે બદેશે પૈસા મળ્યા બાદ પોતાના વતન બંગાળ પરત ફરવાનું નક્કી કર્યું છે. તે પોતાના ઘરનું નવીનીકરણ કરવા માંગે છે. લોટરી બદેશ લોટરીના પૈસાથી ખેતી કરવાની વાત કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર