Home /News /national-international /સળગતી રહી પત્ની, પરિવારજનો પાસે માગ્યું પાણી, મદદ કરવના સ્થાને પતિ વીડિયો બનાવતો રહ્યો

સળગતી રહી પત્ની, પરિવારજનો પાસે માગ્યું પાણી, મદદ કરવના સ્થાને પતિ વીડિયો બનાવતો રહ્યો

Bihar Latest News: બિહારના બક્સરમાં પતિએ પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો.

Bihar News: વાયરલ વીડિયોમાં અવાજ સંભળાઇ રહ્યો છે કે, જેમા તેને કહેવામાં આવી રહ્યું છે કે તું જાતે સળગી છે તને કોઇએ સળગાવી નથી. ત્યાં જ આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ મહિલાને ગંભીર હાલતમાં બનારસના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ભરતી કરાવી હતી.

વધુ જુઓ ...
    બક્સર: બિહારના બક્સરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બદમાશ પતિએ માત્ર થોડા રૂપિયા ખાતર પોતાની પત્નીને આગને હવાલે કરી દીધી હતી. માત્ર આટલું જ નહીં આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાની પત્નીને મદદ કરવાના સ્થાને તેનો વીડિયો બનાવતો રહ્યો. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જાણકારી અનુસાર, આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં પીડિતા દાઝેલી અવસ્થામાં પાણી માંગી રહી છે અને તેના પરિવારજનો તેનો વીડિયો બનાવી રહ્યા હતા,

    વાયરલ વીડિયોમાં અવાજ સંભળાઇ રહ્યો છે કે, જેમા તેને કહેવામાં આવી રહ્યું છે કે તું જાતે સળગી છે તને કોઇએ સળગાવી નથી. ત્યાં જ આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ મહિલાને ગંભીર હાલતમાં બનારસના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ભરતી કરાવી હતી. આ ઘટના બક્સર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના કમરપુર ગામમાં બની હતી.

    વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી

    મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે, ગાજીપુરની રહેવાસી અંજલી રાયના લગ્ન બક્સર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનનાં કમલપુર ગામના સૂર્ય દેવ રાયની સાથે 21 નવેમ્બર 2021 નારોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરી પક્ષ દ્વારા તેમની પાસેથી દહેજની માંગ કરવામાં આવી હતી. ત્યાં જ આ સમગ્ર મામલામાં એસપી નીરજ કુમાર સિંહે જણાવ્યું કે આ સમગ્ર મામલે જે દોષી હતો તેને છોડવામાં નહીં આવે. આ ઘટનામાં સામેલ તમામ લોકોની ધરપકડ માટે બક્સર પોલીસે વિશેષ ટીમ બનાવી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Bihar Crime, Bihar News, Bihar police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन