રાજસ્થાનની કરુણ ઘટના! દારુની દુકાનમાં લાગી ભિષણ આગ, દારૂની સાથે સેલ્સેમન પણ જીવતો થયો ભડથું

News18 Gujarati
Updated: October 25, 2020, 4:32 PM IST
રાજસ્થાનની કરુણ ઘટના! દારુની દુકાનમાં લાગી ભિષણ આગ, દારૂની સાથે સેલ્સેમન પણ જીવતો થયો ભડથું
પ્રતિકાત્મક તસવીર

દારુના ઠેકેદારે દારુના વેચાણ માટે લોખંડ અને લાકડાનું ખોખું બનાવીને દુકાન ઊભી કરી હતી.

  • Share this:
અલવરઃ રાજસ્થાનમાં (Rajasthan) હૃદયદ્વાવક ઘટના બની હતી. રાજસ્થાનના અલવર (Alwar) જિલ્લામાં ખૈરથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરસોલીના સમીપ કૂમપુર ગામમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં લોખંડ અને લાકડાથી બનેલી દારુની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ ભિષણ આગમાં સેલ્સમેન જીવતો સળગી ગયો હતો.

લોખંડ અને લાકડાની બનાવી હતી દુકાન
દારુના ઠેકેદારે દારુના વેચાણ માટે લોખંડ અને લાકડાનું ખોખું બનાવીને દુકાન ઊભી કરી હતી. આ દુકાનમાં જ સેલ્સમેનની સુવાની અને બેશવાની વ્યવસ્થા કરી હતી.

આગમાં સેલ્સમેન થયો જીવતો ભડથું
દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેના પગેલ દુકાનમાં ઊંઘી રહેલા કમલ કિશોર નામનો સેલ્સમેન જીવતો સળગી ગયો હતો. જેના પગલે કમલ કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશલાખો રૂપિયાનો દારૂ આગમાં થયો ખાખ
ઘટનાની જાણ થતાં એસએચઓ ખેરથલ ઘારા સિંહ ઘટના સ્થળે પહોંચી અને લાશને મર્ચ્યૂરીમાં રાખી દીધી છે. જ્યાં તેનો ડીએનએ કરાવવામાં આવશે. આ ઉપરાંત આગ કયા કારણે લાગી હતી. તેની પણ તપાસ કરવાં આવી રહી છે. આગ લાગવાના કારણે દુકાનની અંદર રાખેલો લાખો રૂપિયાનો દારૂ સળગી ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

મેડિકલ બોર્ડ કરશે પોસ્ટમોર્ટમ
ખેરથલ પોલીસના એસએચઓ ધારાસિંહે જણાવ્યું કે સેલ્સમેનની ઓળખ માટે તેનો ડીએનએ તપાસ કરવામાં આવશે. જેના માટે લાશના મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે.આગ દુર્ઘટનાથી લાગી છે કે પછી કોઈ ષડયંત્ર?
સુત્રોના જણાવ્યા પ્રમાણે એ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટનામાં આગ આકસ્મિત રીતે લાગી હતી કે પછી કોઈ ષડયંત્રનો ભાગ હતો. આ મામલે સેલ્સમેન સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવશે. જોકે, તપાસ બાદ જ સત્ય બહાર આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે.
Published by: ankit patel
First published: October 25, 2020, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading