Home /News /national-international /હાઇસ્પીડ કારે મારી ટક્કર, ટેક ફર્મના CEOનું થયુ મોત, મોર્નિંગ વોક પર નીકળી હતી મહિલા

હાઇસ્પીડ કારે મારી ટક્કર, ટેક ફર્મના CEOનું થયુ મોત, મોર્નિંગ વોક પર નીકળી હતી મહિલા

મુંબઈના વરલીમાં એક ટેક ફર્મના સીઈઓનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ મામલાની માહિતી આપતા વરલી પોલીસે જણાવ્યું હતુ કે, મુંબઈના વર્લી વિસ્તારમાં એક હાઈસ્પીડ કારની ટક્કરથી એક મહિલાનું મોત થયું હતું. જેમાં કાર ચાલકને પણ ઈજા થઈ છે.

મુંબઈ : મુંબઈના વર્લીમાં રવિવારે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો. વર્લી સી-ફેસમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. જ્યારે કાર ચાલકને ઈજા થઈ હતી.જોકે, આ મામલે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ અકસ્માત વિશે જણાવતા વરલી પોલીસે જણાવ્યું હતુ કે, મુંબઈના વરલી વિસ્તારમાં એક ઝડપી કારની ટક્કરથી એક મહિલાનું મોત થયું હતું. કારનો ડ્રાઈવર તેમાં  ઘાયલ થયો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.

મૃતક મહિલાની ઓળખ રાજલક્ષ્મી રામા કૃષ્ણન તરીકે થઈ છે. મહિલા એક ટેક ફર્મની CEO હોવાનું કહેવાય છે. રાજલક્ષ્મી એક ટેક્નોલોજી કંપનીની સીઈઓ હતી અને પોતાને ફિટનેસ ફ્રીક કહેતી હતી. તે મુંબઈના શિવાજી પાર્કમાં જોગર્સ ગ્રુપનો ભાગ હતો. વરલી પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે સવારે 6:30 વાગ્યે વરલી-બાંદ્રા સીલિંકથી થોડાક મીટર દૂર વરલી સીફેસ પર વર્લી ડેરી પાસે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની ઓળખ 23 વર્ષીય સુમેર મર્ચન્ટ તરીકે થઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે, અને તેઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ડ્રાઇવરે પીડિતને ટક્કર માર્યા બાદ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડિવાઇડર સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે, રાજલક્ષ્મીને માથા અને ખોપરીમાં ગંભીર ઈજાઓ હતી.

આ પણ વાંચો : બિગ બોસ વિનર MC Stan કરી રહ્યો હતો લાઈવ કોન્સર્ટ, આવી પહોંચી કરણી સેના, જાણો પછી શુ થયુ...

સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં, Tata Nexon EV કાર આગળથી સંપૂર્ણપણે કચડાયેલી જોવા મળે છે, અને કારની ડાબી બાજુ ગંભીર અસર થઈ છે. કારના કાચ પણ તૂટી ગયા હતા. અધિકારીએ કહ્યું હતુ, “પીડિતને એક ઝડપી કારે પાછળથી ટક્કર મારી હતી અને તેના કારણે મહિલા પહેલા હવામાં  ફંગોળાઈને રસ્તા પર પડી હતી. ત્યારપછી મહિલાને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
First published:

Tags: Car accident, Mumbai News

विज्ञापन