Home /News /national-international /

ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

દુલ્હનની તસવીર

વિદાય સમયે પિતાનું ઘર છોડીને પતિના ઘરે હંમેશ માટે જવાના આ સમયે કન્યા ધ્રૂસ કેને ધ્રૂસ કે રડવા લાગી હતી. રોઝા એટલી હદ સુધી રડી કે તે અચાનક ઢળી પડી હતી.

  ઓડિશાઃ બે દિવસ પહેલા વડોદરામાં (Vaodara) લગ્ન બાદ વિદાય વખતે કન્યા (Bride)નું મોત થયું છે. એટલે કે ખુશીનો ઉત્સવ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. આવી જ એક ઘટના ઓડિશામાં બની હતી. અહીં રાત્રે યુવતીના રાત્રે લગ્ન થયા હતા અને બીજા દિવસે સવારે દુલ્હનની વિદાય (Bride Bidai) યોજાઈ હતી. વિદાય દરમિયાન પિતાનું ઘર છોડવાના દુઃખમાં એટલું બધું રડી કે તે અચાનક ઢળી પડી હતી. હાજર મહેમાનોએ તેને હોસ્પિટલ (Hospital) ખસેડી હતી. જોકે, હાજર ડોક્ટરે (doctor) તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ કલાકો પહેલા જે ઘરમાં લગ્નની શરણાઈઓ ગુંજતી હતી એ જ ઘરમાં માતમ છવાયો હતો. ઉત્સાહભેર લગ્ન કરીને સાથે જીવવા મરવાની વચને બંધાયેલી પત્ની અચાનક દુનિયા છોડીને જતી રહેતા દુલ્હો પણ આઘાતમાં સરી પડ્યો હતો.

  લગ્નના બીજા દિવસે થવાની હતી દુલ્હનની વિદાય

  મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે ઓડિશા રાજ્યના સુબરનાપુર જિલ્લાના ઝુલુંદા ગામે લગ્ન થયાં. તેના લગ્ન તંબૂ ગામની બિસ્કીસન પરદાન નામના યુવકના લગ્ન રોઝા સો નામની યુવતી સાથે થયાં હતાં. તે દિવસે બધા સંબંધીઓ યુવતીના ઘરે હતા. બીજા દિવસે શુક્રવારે સવારે નવદંપતીઓને વિદાય આપીને સાસરે વળાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.

  રડતા રડતાં ઢળી પડી દુલ્હન

  તેમના રિવાજ પ્રમાણે, દુલ્હનની વિદાય સમારોહ ચાલી રહ્યો હતો. વિદાય સમયે પિતાનું ઘર છોડીને પતિના ઘરે હંમેશ માટે જવાના આ સમયે કન્યા ધ્રૂસ કેને ધ્રૂસ કે રડવા લાગી હતી. રોઝા એટલી હદ સુધી રડી કે તે અચાનક ઢળી પડી હતી.

  આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

  આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

  લગ્નના કલાકોમાં જ દુલ્હો એકલો પડી ગયો
  વિદાયમાં હાજર માતા-પિતા અને તમામ મહેમાનો ગભરાઈ ગયા હતા અને રોઝાને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે રોઝાને મૃત જાહેર કરી હતી. વિદાય સમયે જ રોઝા દુનિયાથી વિદાય લેશે એવું કોઈના માન્યામાં ન્હોતું આવતું. આ સમાચારથી માતા-પિતા સહિત નવવિવાહિત યુવક પણ આઘાતમાં સરી પડ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વડોદરામાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ વિદાય વખતે કન્યા (Bride)નું મોત થયું છે. એટલે કે ખુશીનો ઉત્સવ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. શહેરના ગોત્રી વિસ્તાર (Gotri area)માં આ બનાવ બન્યો છે. લગ્ન (Marriage) બાદ આજે સવારે કન્યાની વિદાય રાખવામાં આવી હતી.  આ દરમિયાન કન્યાને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડી હતી. જે બાદમાં કન્યાને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ દરમિયાન કન્યાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે મહિલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: OMG

  આગામી સમાચાર