Home /News /national-international /ઓનલાઈન સુનાવણીમાં મહિલા જજે કરી હતી ''ગંદી હરકત', વીડિયો વાયરલ થયા બાદ મળી આકરી સજા

ઓનલાઈન સુનાવણીમાં મહિલા જજે કરી હતી ''ગંદી હરકત', વીડિયો વાયરલ થયા બાદ મળી આકરી સજા

ઓનલાઈન સુનાવણી દરમિયાન તે લગભગ અડધી નગ્ન હાલતમાં જોવા મળી હતી.

ઝૂમ પર જૂન, 2021ના કાર બોમ્બના હુમલા કેસની જામીન અરજીની ઓનલાઈન સુનાવણી દરમિયાન તે લગભગ અડધી નગ્ન હાલતમાં જોવા મળી હતી. જજનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

  કોરોના મહામારી પછી માનવજાતની ઘણી વસ્તુઓ કાયમ માટે બદલાઈ ગઈ છે અને હવે લોકો પોતાની સુવિધા મુજબ ઓફિસનું કામ ઓનલાઈન કરવા લાગ્યા છે. આ નવી પ્રણાલી હેઠળ ભણતર અને હવે તો કોર્ટ કચેરીના કેસો પણ ઘણા ન્યાયાધીશો ફક્ત ઓનલાઇન જ સંભાળી રહ્યાં છે અને કોર્ટનું કામ હાલ ઝૂમ મીટિંગ પણ જ થઈ રહ્યું છે. કોરોનાકાળના સમયમાં ઝૂમ મીટિંગ દરમિયાન અનેક અજીબોગરીબ કિસ્સાઓ થતા જોયા છે. આ પ્રકારના પ્રકરણોની હારમાળામાં વધુ એક કિસ્સો કોલંબિયાથી જોડાયો છે.

  ઝૂમ પર કેસની સુનાવણી

  કોલંબિયામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં એક કેસની સુનાવણી દરમિયાન મહિલા જજ જ વાંધાજનક સ્થિતિમાં જોવા મળી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે એક ક્રિમિનલ કેસની સુનાવણી ઝૂમ વિડીયો કોલ પર ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન થોડા સમય માટે જજનો કેમેરો બંધ હતો, પરંતુ કેમેરો ચાલુ થયાના થોડા સમય બાદ તે બેડ પર પડેલી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા જજનું નામ વિવિયન પોલાનિયા (Vivian Polania) છે.

  અર્ધ-નગ્ન હાલતમાં જજ!

  તપાસ કમિશનના રિપોર્ટ અનુસાર, પોલાનિયા સુનાવણીમાં લગભગ એક કલાક સુધી કેમેરા બંધ રાખીને બેઠી હતી અને જ્યારે કેમેરો ચાલુ કર્યો, ત્યારે તેણી ઉંઘથી ભરેલી આંખો સાથે પથારીમાં પડેલી જોવા મળી હતી.

  આ પણ વાંચો: 10 વર્ષની સાળી પર 1 વર્ષ સુધી જીજાજીએ બે ભાઇઓ સાથે મળી આચર્યું દુષ્કર્મ

  એટલું જ નહીં આ દરમિયાન તેઓ સિગારેટ પણ પીતા જોવા મળ્યા હતા. તરત જ તેણીને ખબર પડી કે તેનો વિડિયો ચાલુ છે અને તે એકાએક આઘાત સાથે જાગ્યા અને પોતાનો કેમેરો સ્વીચ ઓફ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં હોબાળો મચી ગયો હતો.

  ઝૂમ પર જૂન, 2021ના કાર બોમ્બના હુમલા કેસની જામીન અરજીની ઓનલાઈન સુનાવણી દરમિયાન તે લગભગ અડધી નગ્ન હાલતમાં જોવા મળી હતી. જજનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટના સામે આવતાની સાથે જ મહિલા જજ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: 6.7 કરોડ રૂપિયાની લૂંટને નાકામ કરનાર પ્રવાસી ભારતીયનું દુબઇ પોલીસે સન્માન કર્યું

  ન્યાયાધીશને સસ્પેન્ડ કરવામાં આવ્યા

  ન્યૂયોર્ક પોસ્ટ અને ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, નોર્ટે ડી સેન્ટેન્ડરના જ્યુડિશિયરી ડિસિપ્લિનરી કમિશને તેણીને અનેક વહીવટી નિયમોનું ઉલ્લંઘન બદલ સસ્પેન્શન પર મોકલ્યા છે. મહિલા જજને હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 33 વર્ષીય મહિલા જજ પહેલા પણ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહી છે. જો કે આ વખતે મામલો એટલો વાંધાજનક બન્યો કે તેને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.

  પોલાનિયાએ આરોપો નકાર્યા :

  સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ સામે આવવા છતા પોલાનિયાએ પોતાના સ્પષ્ટીકરણમાં કેમેરા સામે અર્ધ નગ્ન હોવાનો ઈન્કાર કર્યો છે. તેણીએ દાવો કર્યો કે તેને સુનાવણી દરમિયાન બ્લડ પ્રેશર અને નર્વસનેસની સમસ્યાને કારણે બેડ પર હતી. આ સિવાય પોલાનિયાએ અન્ય ન્યાયાધીશો પર આરોપ લગાવ્યો કે મને ટૂંકા વસ્ત્રો પહેરવા પર ધમકાવવામાં આવે છે. હાલ પૂરતી પોલાનિયાને સસ્પેન્ડ કરતા તેણે ઇન્સ્ટાગ્રામ પણ ડિએક્ટિવ કર્યું છે.
  First published:

  Tags: Colombia, Judge, Zoom Call Meeting

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन