News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2020ની એક ઝલક

News18 Gujarati
Updated: March 13, 2020, 3:21 PM IST
News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2020ની એક ઝલક
નવી દિલ્હી ખાતે 18 માર્ચ, 2020 ના રોજ યોજાશે

નવી દિલ્હી ખાતે 18 માર્ચ, 2020 ના રોજ યોજાશે

  • Share this:
News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિ નજીક આવી રહી છે. વેદાંતા રીસોર્સેસ દ્વારા પ્રસ્તુત બે દિવસ ચાલનાર આ સમિટનું વ્યાખ્યાન ‘ભારતીય સદીની તૈયારી’ની થીમ પરના સંવાદથી શરૂ થશે. નવી દિલ્હી ખાતે 18 માર્ચ, 2020 ના રોજ યોજાનારા સમાચાર અને વર્તમાન બાબતોની દુનિયાની સૌથી અપેક્ષિત પ્રસંગોમાંના એક એવા આ પ્રસંગમાં ટોચના નીતિ નિર્માતાઓ, સાંસ્કૃતિક હસ્તીઓ, આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ અને નિષ્ણાતો હાજરી આપશે.

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક, રાઇઝિંગ ઈન્ડિયા સમિટ 2020માં, વૈશ્વિક સંદર્ભમાં ભારતના વિકાસ અને વધતા માન અંગે ચર્ચા કરવા દેશના વિચારકો, બૌદ્ધિકો, વિદ્વાનો અને શુભેચ્છકો ભેગા થશે. બહુવિધ સંવાદ સત્રોનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પરંતુ આપણા ભારતના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરશે.
અર્થ ડિવિડન્ડ: ઇન્ડિયાસ ગ્રોથ ઇમ્પેરેટિવ' ની ચર્ચામાં સુનિલ દુગ્ગલ, પ્રેસિડેન્ટ, FIMI, ટોમ પાલ્મર, પ્રેસિડેન્ટ અને CEO, ન્યુમોન્ટ, શ્રીનિવાસન વેંકટકૃષ્ણન, ગ્લોબલ CEO, વેદાંતા રીસોર્સેસ અને ખાણ અને કોલસા પ્રધાન અને સંસદીય બાબત મંત્રી પ્રહલાદ જોશી ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય સંશોધક અને TED સ્પીકર સારા પાર્કક ‘ઈનક્રેડિબલ ઇન્ડિયા 2.0’ રાઉન્ડનું નેતૃત્વ કરશે અને બાદમાં સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલ અને NITI આયોગના CEO અમિતાભ કાંત પણ જોડાશે. ‘બ્રિજિંગ ધ ડિજિટલ ડિવાઈડ’, ‘પુશિંગ ટેકસ ન્યુ ફ્રન્ટીઅર્સ’, ‘સસ્ટેનેબિલિટી મેટર્સ’, તેમજ ‘લિબરલ આર્ટસ પેરાડિગમ’ જેવા વિવિધ વિષયો પર વાર્તાલાપ, ચર્ચાઓ અને વિચારોની આપ-લે પણ જોવા મળશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન, અમિત શાહ સાથેની, ‘સુશાશન મંત્ર’ ની વાતો સાંભળવાનું ભૂલશો નહીં. સાથે સાથે, ‘ઇન્ડિયાસ ગ્લોબલ એનર્જી એસ્પિરેશન’ વેદાંતા ઓઇલ એન્ડ ગેસના CEO અજયકુમાર દિક્ષિત સાથે અન્ય અગ્રણી નિષ્ણાતો દેશની વૈશ્વિક ઇચ્છાઓ અને લક્ષ્યોની ચર્ચા કરશે. BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલી પણ ભારતીય ક્રિકેટ અંગેના ચેટ સમિટમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પ્રસૂન જોશી, તાપસી પન્નુ અને અનુભવ સિન્હા ‘ઇન્ડિયાસ સોફ્ટ પાવર’ની પેનલ માં જોવા મળશે.

News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટ પ્રીમિયર પ્રાયોજક Vedanta Resources સાથે Hindustan Times સાથેની પાર્ટનરશિપમાં, એસોસિએટ પાર્ટનર તરીકે RR Kabel Wires વાયર અને સ્ટેટ પાર્ટનર તરીકે ઉત્તર પ્રદેશ સરકારની ભાગીદારીમાં રજુ કરે છે. 

નોંધ : Covid-19 હેલ્થકેર કટોકટીને ધ્યાનમાં રાખીને ધ ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને મુલતવી રાખવામાં આવી છે. આ અંગેની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. કોરોના વાયરસનો ખતરો ટળ્યા પછી અમે ફરીથી આ સમિટનું આયોજન કરવા માટે આતુર છીએ.
First published: March 11, 2020, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading