ફૂલસ્પીડમાં જતી કાર ઊભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, MBBS વિદ્યાર્થિની અને BScના વિદ્યાર્થીનું મોત

ઘટના સ્થળની તસવીર

કારની સ્પીડ એટલા બધી હતી કે કારના આગળના ભાગના ભૂક્કા બોલાઈ ગયા હતા. બોનેટ અને સીટ વચ્ચે ફસાયેલા રોશન અને સુલેખા દુબેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 • Share this:
  ગોરખપુરઃ ઉત્તર પ્રેદશના ગોરખપુરના ખોરાબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફોરલેન ઉપર ઊભેલા ટ્રક પાછળ એક ફૂલસ્પીડ કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. દુર્ઘટનામાં કારમાં સવાર યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોબાઈલ અને ખિસ્સામાંથી મળેલી કાગળ ઉપરથી તેમની ઓળખ થયા બાદ પરિવારના સભ્યોને અકસ્માતની જાણ કરી હતી. યુવતી દિલ્હીમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી જ્યારે યુવક બીએસસીનો વિદ્યાર્થી હતો.

  રસ્તા બાજુમાં ઊભેલો ટ્રોક બન્યો કાળ
  દેવરિયા જિલ્લાના બરહજના સુનારી ગામ નિવાસી દેવેન્દ્ર પ્રતાપ સિંહના પુત્ર રોશન સિંહ ગુરુવારે બપોરે કારમાં ખુખુંદૂની રહેનારી યુવતી સુલેખા દૂબે સાથે રામનગર કડજહાં પહોંચ્યા હતા. બંને દેવરિયા હાઈવેથી ફોરલેન બાયપાસ ઉપર ચડ્યા બાદ કુશીનગર તરફ જઈ રહ્યા હતા. ફોરલેન ઉપર એક કિલોમિટર આગળ વધતાં જ કાર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.

  કારના આગળના ભાગનો બોલાઈ ગયો ભૂક્કો
  કારની સ્પીડ એટલા બધી હતી કે કારના આગળના ભાગના ભૂક્કા બોલાઈ ગયા હતા. બોનેટ અને સીટ વચ્ચે ફસાયેલા રોશન અને સુલેખા દુબેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ટ્રક ચાલકે ટ્રકને લઈને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ કાર ફસાવાના કારણે તે સફળ રહ્યો ન હતો. જેના પગલે ડ્રાઈવર ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

  આ પણ વાંચોઃ-એક જ યુવતીના પ્રેમમાં પડ્યા ધો. 12ના બે મિત્રો, Tiktok વીડિયો બનાવ્યા બાદ મિત્રએ મિત્રની કરી હત્યા

  કાકાની કાર લઈને આવ્યો હતો રોશન
  પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીના પિત ખુખુંદૂમાં ટેન્ટના સામાનોના જથ્થાબંધ વેપારી છે. યુવતી ત્રણ બહેનોમાં બીજા નંબરની હતી. તે દિલ્હીમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી. રોશન બંને ભાઈઓમાં મોટો હતો. તે બીએસસીનો અભ્યાસ કરી રહ્યો હતો. રોશન પોતાના કાકા અનુરાગની કાર લઈને આવ્યો હતો. પ્રભારી નિરિક્ષક ખોરાબાર નાસિર હુસૈને જણાવ્યું કે ઘટનાની સૂચના યુવક અને યુવતીના પરિવારજનોને આપી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઓક્ટોબરના પહેલા દિવસે જ ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો સોના-ચાંદીના નવા ભાવ

  આ પણ વાંચોઃ-સુરતઃ ડોક્ટરની મહેનત રંગ લાવી, સાઈન ભાષામાં વાતચીત કરીને તબીબોએ મૂકબધિર યુવકને coronaમાંથી કર્યો બેઠો

  ભારે જહેમત બાદ કારને ટ્રકમાંથી છૂટી પાડી
  ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસ અને એનએચએઆઈની ટીમે આશરે એક કલાકની ભારે જહેમત બાદ કારને ગમેતેમ કરીને ટ્રકમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ બંનેની લાશોને બહાર કાઢી હતી. યુવતીના મોબાઈલ ઉપર કેટલાક નંબર ઉપર ફોન કર્યો તો યુતીના નોઈડાના એક સંબંધી સાથે વાત થઈ હતી.


  તેમણે યુવતીઓના પરિવારજનોએ જાણ કરી હતી. પરિવારજનો ખોરાબા પોલીસ સ્ટેશન પહોંચીને યુવતીની ઓળખ સુલેખા ઉર્ફે આયુષી પુત્રી શનિવેષ દ્વિવેદી નિવાસી ખુખુંદૂ થાના ખુખુંદૂ જિલ્લા દેવરિયાના રૂપમાં થઈ છે. રોશનના હજી લગ્ન થયા ન હતો.
  Published by:ankit patel
  First published: