બહેનો સાથે જઈ રહેલો 5 વર્ષનો ભાઈ લિફ્ટમાં ફસાઈ ગયો, થયું કરૂણ મોત

બહેનો સાથે જઈ રહેલો 5 વર્ષનો ભાઈ લિફ્ટમાં ફસાઈ ગયો, થયું કરૂણ મોત
બહેનોની નજર સામે જ નાનો ભાઈ લિફ્ટમાં ફસાઈ ગયો અને લિફ્ટ ચાલુ થતાં બની કરૂણ ઘટના

બહેનોની નજર સામે જ નાનો ભાઈ લિફ્ટમાં ફસાઈ ગયો અને લિફ્ટ ચાલુ થતાં બની કરૂણ ઘટના

 • Share this:
  મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાં રૂંવાડા ઊભા કરી દેનારી ઘટનામાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ (Lift Accident) જતાં મોત થયું છે. બાળક પોતાની બહેનોની સાથે લિફ્ટથી ચોથા માળ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. ચોથા માળ પર પહોંચ્યા બાદ ગ્રિલ અને લાકડાના દરવાજો ખોલીને બહેનો તો બહાર જતી રહી પરંતુ બાળક દરવાજા અને ગ્રિલની વચ્ચે ફસાઈ ગયો. એટલામાં જ લિફ્ટ શરૂ થઈ અને તે ઘસડાતો ગયો. જોતજોતામાં જ બહેનોની સામે જ બાળકનું કરૂણ મોત થઈ ગયું.

  પોલીસને મળેલી જાણકારી મુજબ પાંચ વર્ષના મોહમ્મદ હુજૈફા સરફરાજ શેખ પોતાની સાત વર્ષ અને ત્રણ વર્ષની પોતાની બહેનની સાથે સામાન લેવા ગયો હતો. ત્રણેય બાળક પર ઘરે જતી સમયે તેઓએ ચોથા માળ પર જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો. આ લિફ્ટમાં દરવાજા બાદ એક ગ્રિલ લાગેલી હોય છે. મળતી માહિતી મુજબ ચોથા માળ પર પહોંચ્યા બાદ બંને બહેનો તો ત્યાંથી નીકળી ગઈ. પરંતુ મોહમ્મદ હુજૈફા ગ્રિલથી તો બહાર આવી ગયો પરંતુ દરવાજાની પાછળ જ રહી ગયો. આ દરમિયાન ચાલુ થઈ ગઈ અને બાળકમાં લિફ્ટમાં ઘસડાવા લાગ્યો.  આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ

  આ પણ વાંચો, જાપાનની અનોખી હોટલ, અહીં ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત

  સાહૂ નગર પોલીસે મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ નાના બાળકોને એકલા લિફ્ટમાં ન મોકલે. ધારાવીના પાલવાડીના કોઝી શેલ્ટર બિલ્ડિંગમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 29, 2020, 15:13 pm

  ટૉપ ન્યૂઝ