દર્દનાક ઘટના! TATA મેઝિક ટેમ્પોમાં અચાનક લાગી આગ, ફસાઈ જતાં બે લોકો થયા જીવતા ભડથું

દર્દનાક ઘટના! TATA મેઝિક ટેમ્પોમાં અચાનક લાગી આગ, ફસાઈ જતાં બે લોકો થયા જીવતા ભડથું
ટેમ્પોની તસવીર

ગાડીમાં ફસાઈ જતાં બંને લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. આમ બંને લોકો જીવતા ભડથું થયા હતા. બંને લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

 • Share this:
  બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બુલંદશહર (Bulandshahr) જનપદમાં રવિવારે રહસ્યમય રીતે ટાટા મેજિક ગાડીમાં અચનાક આગ (fire) લાગી હતી. ઘટનામાં ગાડીમાં સવારે બે લોકો જીવતા ભૂંજાયા હતા. જ્યારે ભીષણ આગમાં આખે આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીમાં ફસાઈ જતાં બંને લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. આમ બંને લોકો જીવતા ભડથું (Burnt alive) થયા હતા. બંને લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ (police) સ્થળ ઉપર પહોંચી હતી. અને બંને લોકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યારબાદ આગળની તપાસ હાથધરી હતી.

  મળતી માહિતી પ્રમાણે ઘટના બુલંદશહરના બીવીનગર રોડની છે. અત્યારે હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસની ટીમે બંને લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સીઓ સ્યાના નમ્રતા શ્રીવાસ્તવનું કહેવું છે કે લોડર ટેમ્પો પલટ્યો છે. ત્યારબાદ ભીષણ આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે, બંને લોકો બળીને ખાખ થઈ ગયા હતા. બંનેની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી છે.  અત્યારે મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસની ટીમે ઓળક કરવાના પ્રયત્નોમાં લાગી છે. આ મામલે પોલીસે ગંભીરતા દાખવી છે. લોડર ટેમ્પોમાં આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાી છે. પોલીસે આસપાસના લોકો સાથે પૂછપરછ કરીને મૃતકોની તપાસમાં લાગી છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા, લગ્નના એક દિવસ પહેલા દુલ્હાએ માગ્યા રૂ.30 લાખ

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એક અકસમાતમાં સુરતના એક જ પરિવારના 11 લોકોના મોત નીપજ્યા હતા. સુરતનો આહિર સમાજનો પરિવાર પાવગઢ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો, તે સમયે વડોદરા ખાતે ગમખ્વાર અકસ્માતમાં એક જ સમાજના અને કુંટુંબના 11 લોકોના મોતના સમાચારથી આહિર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું, ત્યારે આહિર સમાજ દ્વારા સુરત ખાતે 11 સદગતના લોકોના બેસણાનું આયોજન કર્યું હતું. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના અન્ય નેતાઓ સહિત ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

  આ અકસ્માતમાં આહિર સમાજના 11 લોકોના કરૂણ મોત થયા હતા. આ સમાચાર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. આજે સુરતમાં આહિર સમાજ દ્વારા યોજવામાં આવેસા સદગતના બેસણામાં મૃતકોને શ્રદ્ધાજલિ પાઠવવા માટે સુરત મેયર સહિત બાજપના અગ્રણીઓ તથા વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા.  શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ બેસણામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દુખદ પ્રસંગ પર પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુખદ ઘટના હતી. આહીર સમાજની સાથે હું પણ પરિવારને દુખ બાટવા આવ્યો છું.
  Published by:ankit patel
  First published:November 29, 2020, 16:33 pm

  ટૉપ ન્યૂઝ